<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર કચ્છમાં વિશેષ કાર્યક્રમ:ભુજમાં ટાઉનહોલ ખાતે સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર યોજાયો:1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન અપાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર કચ્છમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. ભુજમાં ટાઉનહોલ ખાતે સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર યોજાયો.આ કાર્યક્રમમાં 1 હજાર 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત સ્ટાર્ટઅપ શરૂ કરનારા વિદ્યાર્થીઓ પોતાના અનુભવો પણ જણાવ્યા હતા . કચ્છના સાંસદે કહ્યું કે વિદ્યાર્થીઓને નવા સાહસ શરૂ કરવામાં આ કાર્યક્રમ ઉપયોગી રહેશે.

(8:28 PM IST)