<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વાંકાનેરના શ્રી સદ્‌ગુરૂ આનંદ આશ્રમે શ્રીહરી સંત ભોજનાલય ભવનનો પ્રારંભ કરાશે

પૂ. રણછોડદાસજી મહારાજના પ્રાગટય પ્રસંગે ૧૦૦૮ શ્રી શ્રી મહામંડલેશ્વર હરીચરણદાસજી મહારાજ પ્રેરીત : ગોંડલ શ્રી રામજી મંદિરના ગાદિપતિ પૂ. જયરામદાસજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને તા. ૧૩ ને શુક્રવારે આયોજન

વાંકાનેર, તા. ૪: વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરૂનગર ખાતે આવેલ પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરીચરણદાસજી મહારાજના અંતરીકમ આશિર્વાદ થકી અને ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પુજય જયરામદાસજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને આગામી તા. ૧૩-૧૧-ર૬ ને કારતક સુદ-૪ ને શુક્રવારના રોજ સદગુરૂદેવ શ્રી પૂજય રણછોડદાસજી મહારજના પ્રાગટય દિને ‘શ્રી હરીસંત ભોજનાલય ભવન' નું નિર્માણ થયેલ છે જેને પુજય જયરામદાસજી મહારાજના વરદ હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવનાર છે સાથે સદગુરૂદેવ શ્રી પૂજય રણછોડદાસજી મહારાજના પ્રાગટય દિનને યાદગાર બનાવવા અન્નકુટ દર્શન, મહાઆરતી, ભકિત સંખ્‍યા, મહાપ્રસાદ, દાતાશ્રીનો સન્‍માન સમારોહ, મહંતશ્રી દ્વારા આશિવર્ચન સહીત દિવસભર કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટય પુજય જયરામદાસજી મહારાજ (ગોંડલ રામજી મંદિર), ગાયત્રી શકિતપીઠના મહંતશ્રી અશ્વિનબાપુ રાવલ, ધારાસભ્‍યશ્રી જીતુભાઇ સોમાણી, ભુપતભાઇ જોબનપુત્રા (આફ્રિકાવાળા), ડો. એમ. એલ. ગ્રુપ રાજકોટના શ્રી હરીશભાઇ ભીમાણી, રાજેશભાઇ જટણીયા (રાજકોટ) તથા કિશોરભાઇ કોટક રાજકોટના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રોનો પ્રારંભ કરવામાં આવશે.

ત્‍યારે સદગુરૂદેવશ્રી પૂજય રણછોડદાસજી મહારાજના પ્રાગટય પ્રસંગે પુજયબાપુના સમૃતિ મંદિરમાં ભવ્‍ય અન્નકુટ દર્શન તથા આરતી બપોરે ૧ર કલાકે ધામધુમથી યોજાશે. ત્‍યારબાદ સાંજે ૬:૩૦ કલાકે આ વિશાળ ભોજનાલય ભવનમાં નિર્માણમાં તન, મન, ધનથી સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો સન્‍માન કાર્યક્રમ પૂજય જયરામદાસજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે.

સન્‍માન કાર્યક્રમ પુર્ણ થયા બાદ શ્રી જયરામદાસજી મહારાજ તથા ઉપસ્‍થીત સંતો-મહંતોના મુખેથી તમામ સદ્‌્‌ગુરૂ શિષ્‍ય પરિવારો તથા તમામ દાતાશ્રીઓની ઉપસ્‍થિતમાં આર્શિવર્ચન પાઠવવામાં આવશે તો આ આશિવર્ચન મેળવવા તાલુકાભરમાં વસતા તમામ સદ્‌્‌ગુરૂ શિષ્‍ય પરિવારોને સમયસર પધારવા  સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમના તમામ ટ્રસ્‍ટી મંડળે યાદી આપતા જણાવેલ છે.

મહારાજશ્રીનો આર્શિવચન કાર્યક્રમ બાદ સાંજે ૭-ર૦ કલાકે પૂજય જયરામદાસજી મહારાજની પ્રેરક ઉપસ્‍થિતીમાં પૂજય ગુરૂદેવના સમૃતિ મંદિર (નિજ મંદિર) માં ભવ્‍યતિ ભવ્‍ય મહાઆરતી નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. તો તમામ સદ્‌્‌ગુરૂ શિષ્‍ય પરિવારોઓ આ મહાઆરતીના અમુલ્‍ય અવસરનો લ્‍હાવો લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મહાઆરતી બાદ રાત્રે આઠ કલાકથી તમામ સદ્‌્‌ગુરૂ શિષ્‍ય પરિવારો તથા દાતાશ્રીઓ માટે નિર્માણ થયેલ શ્રી હરીસંત ભોજનાલય ભવનમાં મહાપ્રસાદનો પ્રારંભ થશે તો આ દિવ્‍ય અવસરનો ઓૈલોકિક લાભ લેવા તમામ સદ્‌ગુરૂ શિષ્‍ય પરિવારોને સહ પરિવાર સાથે પધારવા ટ્રસ્‍ટીઓ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સદ્‌ગુરૂદેવ શ્રી પુજય રણછોડદાસજી મહારાજનના પ્રાગટય ઉત્‍સવ અંર્તગત તા.૧૩/૧૦ને શુક્રવારે રાત્રીના આઠ થી દસ કલાકે વાંકાનેરનું ખ્‍યાતનામ શ્રી શ્‍યામ ધુન મંડળ તથા સંગીતમાલા ગ્રૂપના વીસેક જેટલા કલાકારો દ્વારા (ભકિત સંધ્‍યાના કાર્યક્રમમાં અનેરી જમાવટ કરશે.

આજના આ પ્રાગટય ઉત્‍સવ તથા ‘‘શ્રી હરીસંત ભોજનાલય ભવન'' શુભારંભ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ઘનશ્‍યામભાઇ જોબનપુત્રા (આફ્રિકાવાળા),ચેતેશ્વર પુજારા (ક્રિકેટ-રાજકોટ), શૈલેષભાઇ પાલારી (રાજકોટ રામધામ ટ્રસ્‍ટી),હસમુખ ભગદેવ (રામધામ ટ્રસ્‍ટી),પ્રતાપભાઇ કોટક (રામધામ ટ્રસ્‍ટી), ગીરીશભાઇ કાનાબાર-વાંકાનેર, અશ્વિનભાઇ કોટક-મોરબી, પરેશભાઇ લાખાણી-રાજકોટ, ચંદ્રકાંન્‍તભાઇ કટારીયા-ટંકારા, જગદીશભાઇ પુજારા  (ટીનાલાલ, રાજકોટ રાજુભાઇ કેશરીયા-વાંકાનેર, મહેશભાઇ ઠક્કર-રાજકોટ, પરેશભાઇ દાવડા, રાજકોટ, સરોજબેન બુધ્‍ધદેવ (રાજકોટ કૃપા પાત્ર શિષ્‍યા, તેમજ ભાવનાબેન મીરાણી વાંકાનેર (રામધામ મહિલા અગ્રણી)સહિત અન્‍ય દાતાઓની વિશેષ ઉપસ્‍થિત થી કાયૃક્રમ દપી ઉઠશે.

જયારે આ મહાપ્રસાદના મુખ્‍ય યજમાન પદે ગીતાબેન ભુપતભાઇ જોબનપુત્રા પરિવાર (આફ્રિકાવાળા)-રાજકોટ રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સદ્‌ગુરૂ આનંદ આશ્રમના સેવક શ્રીઓ મહેશભાઇ રાજવીર, બટુકભાઇ બુધ્‍ધદેવ (પેંડાવાળા), કોૈશીકભાઇ સેજપાલ, હાર્દિકભાઇ કક્કડ, સુનિલભાઇ ઇ ખખ્‍ખર, કૃણાલભાઇ ગણાત્રા, વિપુલભાઇ રાજવીર સહિતના મુખ્‍ય સેવકો છેલ્લા એકમાસથી કમ્‍મર કસી રહયા છે.

વાંકાનેર સદ્‌ગુરૂ આનંદ આશ્રમને નવોઢા જેમ રોશની થી સુશોભીત કરવામાં આવી રહયો છે

(11:19 AM IST)