તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રીગણેશ: કાર્યાલય ખાતે વિજયોત્સવ
પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ ન. 12 ની ચારેચાર સીટ બિનહરીફ: તાલુકા પંચાયતની ત્રણ સીટ બિનહરીફ વિજેતા જાહેર

(પરેશ પારેખ દ્વારા ,પોરબંદર): પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રીગણેશ થઇ ગયા છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાનેથી ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદની પ્રથમ ચૂટણીમાં વૉર્ડ ના. 12 માં ભારતીય જનતા પાર્ટીએ વર્ષાબેન જયેશભાઇ કારાવદરા, મધુબેન સતીષકુમાર જોષી, જયભાઈ રાજશીભાઇ ચૌહાણ, રણમલભાઇ મેપાભાઇ ઓડેદરાના નામની જાહેરાત કરી હતી, જેમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સિવાય કોઈપણ પક્ષ તરફથી ફોર્મ ભરવામાં નહિ આવતા ચારે ચાર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ બેઠક બિનહરીફ થાય તે માટે ભોજાભાઈ કાનાભાઈ ખૂંટી અને લાખાભાઈ ભોજાભાઈ ખૂંટીએ પ્રયાસો કર્યા હતા. આ બિનહરીફ ઉમેદવારોને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહીત આગેવાનોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ઉપરના ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં ગોસા સીટ ઉપર લાખાભાઈ વાઘાભાઈ કોડીયાતર, રાતીયા સીટ ઉપર સંતોકબેન ભોળાભાઈ દાસા અને રોજીવાડા સીટ ઉપર વાલીબેન કેશુભાઈ ઓડેદરા બિનહરીફ જાહેર થયેલ છે તેઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
