<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

મોરબીના રાજમાતાના નિધનને પગલે શ્રીરામ લીલા અને રાવણ દહન કાર્યક્રમ રદ.

રાજવી પરિવાર પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરતા તેમજ ન્યુ પેલેસ ખાતે યોજાનારી શોક વિધિઓને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિજયાદશમી નિમિતે મોરબીમાં શ્રી રામ લીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન આજે મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબનું દુખદ અવસાન થતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે 

ધર્મરક્ષા સમિતિ મોરબીની યાદીમાં જણાવ્યા મુજબ મોરબીના રાજવી પરિવારના રાજમાતા મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબના દુખદ અવસાનથી સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી વ્યાપી છે ધર્મરક્ષા સમિતિ મોરબી તેમના નિધન પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તા. ૨૦ ને મંગળવારના રોજ વિજયાદશમી નિમિતે મોરબીના એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજવી પરિવાર પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરતા તેમજ ન્યુ પેલેસ ખાતે યોજાનારી શોક વિધિઓને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની તમામ નગરજનોએ નોંધ લેવા જણાવ્યું છે.

(4:55 PM IST)