તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ધ્રોલમાં વણકર સમાજના તારલાઓનું સન્માન

(હસમુખભાઈ બી કંસારા દ્વારા) ધ્રોલ, તા.૨: ધ્રોલ તાલુકા ૧૮ ગામ વણકર સમાજની જનરલ સભા તથા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ અત્રેની વણકર સમાજ વાડી ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૬નાં પ્રમુખ ધીરુભાઈ પરમાર ના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ.
આ પ્રસંગે સમાજના સંતોમાં ચિત્રોડધામના ગાદીપતિ આત્મારામ બાપુ, ઘોઘાવદર ના મહંત શ્રી શામળદાસ બાપુ, આમરણ ભીમ સાહેબ ની જગ્યા ના મહંત શ્રી ગુલાબ દાસ બાપુ, સહિતના સંતોએ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે ધોરણ ૧૦ અને ૧૨ માં વર્ષ ૨૦૨૫ ૨૬ માં ૬૦% ઉપર ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સાલ ઓઢાડીને સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ વધે તે માટે પ્રોત્સાહિત કરવા માટે હેતલબેન વિજયભાઈ ચાવડા માણેકપર તરફ થી તમામને શિલ્ડ પ્રમાણપત્ર અને વોલ ક્લોક એનાયત કરવામાં આવેલ.
આ સંમેલન પ્રસંગે સ્વાગત પ્રવચન દેવજીભાઈ જે ચાવડા એ કરેલ તેમજ સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રશાંતભાઈ એન તથા ભગવાનજીભાઈ માસ્તરે કરેલ. આભાર વિધિ નિવળત્ત ગ્રામસેવક ગાંગજીભાઈ રાઠોડે કરી હતી. સમૂહ ભોજન ના દાતા મોહનભાઈ ચાવડા ખારવા વાળા તરફથી ભોજન આપવામાં આવેલ.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
