<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ ભાવનગર શહેર ભાજપ સંગઠન અને નગરસેવકોને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું

પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી 'રાષ્ટ્રીય વયો વંદના' કાર્યક્રમમાં ભાગ લેવા માટૅ તળાજા ખાતે જવા રવાના થયાં

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ શહેર સંગઠનના હોદ્દેદારો અને નગરસેવકોને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ધારાસભ્ય અને પ્રદેશ મહામંત્રી  અનિરુદ્ધભાઈ દવે, શહેર અધ્યક્ષ  કુમારભાઈ શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી  નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય  સેજલબેન પંડ્યા,  બ્રજેશભાઈ મેરજા,  કમલેશભાઈ મીરાણી તેમજ નગરસેવકઓ અને શહેર સંગઠન ઉપસ્થિત રહ્યું હતું. ત્યાર બાદ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી 'રાષ્ટ્રીય વયો વંદના' કાર્યક્રમમાં ભાગ લેવા માટૅ તળાજા ખાતે જવા રવાના થયાં હતાં.

(7:51 PM IST)