તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
પરબ ધામે અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યા

જૂનાગઢ તા.૧૬ : રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે પરબધામ ખાતે આયોજિત અષાઢી બીજ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. આ ભક્તિમય પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પરબધામ મંદિર ખાતે સંત દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ દર્શન કર્યા હતા. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીને પરબધામના કેતનબાપુએ ભાવભેર આવકારી સ્વાગત સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પરબધામ માનવસેવા માટે સવિશેષ જાણીતું છે. અહીં અનેક દાયકાઓ પહેલાં સંત દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોએ તત્કાલીન સમયમાં સમાજ દ્વારા બહિષ્કળત રક્તપિત્તના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા-સુશ્રુષા કરી હતી. સાથે જ ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા શરૂ કરી હતી. જે આજે પણ પ્રેરણા આપે છે
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
