હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં સ્ટેટ જીએસટીના મેગા દરોડા પૂર્ણ: કોસમોસ કોમ્પ્યુટર એકમ પર ચાર દિવસ સર્ચ ઓપરેશન : મોટા પાયે કરચોરી ઝડપાઈ
સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્રારા રૂપિયા 128 કરોડથી વધુના બોગસ વ્યવહારો દર્શાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની કરચોરીના કૌંભાડનો પર્દાફાશ થયો

ભવાનગરમાં સ્ટેટ જીએસટીના મેગા દરોડા પૂર્ણ થયા છે. કોસમોસ કોમ્પ્યુટર એકમ પર ચાર દિવસ ચાલી તપાસ અને મુખ્ય ઓફિસ અને 4 શાખાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. સઘન તપાસના અંતે મોટા પાયે કરચોરી ઝડપાઈ છે અને 1.50 કરોડ ભરવાનો આદેશ કર્યો છે
કોસમોસ કોમ્પ્યુટર એકમે ટર્નઓવરની સાચી હકીકત છુપાવી નિયમોનો ભંગ કર્યો હોવાની વાત સામે આવી છે. સ્કીમની બહાર જઈ ટર્ન ઓવર છુપાવ્યું હતું.
ભાવનગર શહેરમાં પ્રતિષ્ઠિત કોમ્પ્યુટર કોચિંગ અને સ્પોકન ઇંગ્લિશ સહિતના ક્લાસિસ ચલાવતા કોસમોસ કોમ્પ્યુટર પર સ્ટેટ જીએસટી (SGST) વિભાગ દ્વારા શનિવારથી શરૂ કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી ગઈકાલ સુધી યથાવત રહી હતી.
કોસમોસ કોમ્પ્યુટર દ્વારા સર્વિસ સેક્ટર હેઠળ લમસમ જીએસટી અપનાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ વાર્ષિક ટર્નઓવરની મર્યાદા રૂપિયા 50 લાખ સુધીની હોય છે અને તેના પર નિયમાનુસાર 5 ટકા જીએસટી ચૂકવવાનો હોય છે.
જો કે, કોસમોસ ગ્રુપ દ્વારા ભાવનગરના અલગ-અલગ વિસ્તારોમાં કોમ્પ્યુટર ક્લાસિસ ઉપરાંત સ્પોકન ઇંગ્લિશ અને અન્ય અનેક પ્રકારના તાલીમ વર્ગોની શાખાઓ ખોલીને મોટો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે.
રાજયના સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્રારા રૂપિયા 128 કરોડથી વધુના બોગસ વ્યવહારો દર્શાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની કરચોરીના કૌંભાડનો પર્દાફાશ થયો છે.
આ કૌંભાડ સંદર્ભે જી.એસ.ટી. વિભાગે પિતા-પુત્રની ધરપકડ કરી છે. સ્ટેટ જી.એસ.ટી. વિભાગે એનાલીસીસ કરીને 16 જૂન 2026ના રોજ મેસર્સ માંડોવરા ટ્રેડીંગ કંપની સહિત કૂલ 22 પેઢીઓ પર જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર ખાતે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
