News of Thursday, 4th June 2026
ભાવનગરમાં બાળ આરોગ્ય તજજ્ઞ ડોક્ટરો માટેની રાજ્ય કક્ષાની 50મી ગોલ્ડન જ્યુબિલી મિડટર્મ સાયન્ટિફિક કોન્ફરન્સનું આયોજન
શનિવાર અને રવિવાર એમ બે દિવસ ધ ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ, ભાવનગર ખાતે કોન્ફ્રન્સ યોજાશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગુજરાત રાજ્યના બાળ આરોગ્ય તબીબો માટેનું સર્વાધિક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક મંચ ગણાતી એકેડમી ઓફ પિડીયાટ્રિકસ, ગુજરાત (AOPG)ની 50મી ગોલ્ડન જ્યુબિલી મિડ ટર્મ સાયન્ટિફિક મીટ – 2026 આગામી 6 અને 7 જૂન, 2026 દરમિયાન ધ ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ, ભાવનગર ખાતે યોજાવા જઈ રહી છે. આ ઐતિહાસિક પરિષદનું આયોજન AOP ભાવનગર દ્વારા સર ટી. જનરલ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના બાળરોગ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સ ની થીમ “Golden Legacy, Future Frontiers : Celebrating the 50th Golden Year of Pediatric Excellence in Gujarat” રાખવામાં આવી છે, જે ગુજરાતમાં બાળરોગવિજ્ઞાનની અડધી સદીની ગૌરવશાળી સફર અને ભવિષ્યના નવતર દિશાસૂચનોને ઉજાગર કરશે.
આ કોન્ફરન્સ માં રાજ્યભરના 350 થી વધુ બાળરોગ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે, તેમજ
કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત દેશના અગ્રણી બાળરોગ નિષ્ણાતો, મેડિકલ કોલેજોના ફેકલ્ટી સભ્યો, પીજી વિદ્યાર્થીઓ, ખાનગી પ્રેક્ટિશનરો તેમજ નર્સિંગ પ્રોફેશનલ્સ સહિત 400 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. આ પરિષદ બાળ આરોગ્ય ક્ષેત્રે આધુનિક જ્ઞાન, સંશોધન અને નવીન ટેક્નોલોજીનું આદાન-પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ કોન્ફરન્સ માં 7 (સાત) પ્રિ-કોન્ફરન્સ વર્કશોપ્સનું
સંશોધન પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશનને પ્રોત્સાહન
રાજ્યભરના 38 થી વધુ પીજી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન્સ પાસેથી ઓરલ અને પોસ્ટર પેપર ની રજૂઆત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પૈકી શ્રેષ્ઠ સંશોધનકારોને સન્માનિત પણ કરવામાં આવશે તથા GMC ક્રેડિટ પોઈન્ટ્સ પણ આપવામાં આવશે.
આ કોન્ફરન્સ ના હાર્દ સમો વિશિષ્ટ કહી શકાય એવો શ્રીમતિ ડો.એ.બી. દેસાઈ ઓરેશન એવોર્ડ રાજકોટ ના જાણીતા બાળ આરોગ્ય તબીબ ડો. યજ્ઞેશ પોપટ ને એનાયત કરવામાં આવશે
કોન્ફરન્સના મુખ્ય પેટ્રન ડો.એસ.જી.રાઓલ, ડો.અરવિંદ કોઠારી, ડો. રાજુ દવે, ડો. કે. કે. ગઢિયા તેમજમુખ્ય સલાહકારોડો. સી.પી.રાઓલ, ડો.જયેશ પંડ્યા,ડો. નરેશ સૂચક, ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન ડૉ.મેહુલ એમ. ગોસાઈ, કન્વીનર ડૉ. નરેશ ગોહિલ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. આનંદ ઘોઘાવાલા અને ડૉ. હરદેવસિંહ મોરી, તેમજ સાયન્ટિફિક ચેરપર્સન ડૉ. કમલેશ ઉનડકટ, સેક્રેટરી ડો.હિનલ ગુજરાતી, ઉપ સેક્રેટરી ડો.આરાધનાબા ગોહિલ, મેડિકલ કોલેજ ના ડીન ડો.ચિન્મય શાહ, ડો.અમિત પરમાર, તબીબી અધિક્ષક ડો.અશોક વાળા, ડો.જિજ્ઞાબેન ત્રિવેદી, ડો.તુષાર આદેશરા, ફેકલ્ટી ડીન ડો. નિલેશ પારેખ, ડો. પ્રકાશ આદેશરા, ડો.ચંદન નરવાણી, ડો.ધવલ સોલંકી,ડો.અરવિંદ કૂચા, ડો.અલ્પા પારેખ, ડો.સજ્જાદ લખાણી, ડો.મીતેષ મોદી, ડો. પ્રકાશ વાઘેલા, ડો.રિદ્ધિષ લાણીયા, ડો.અશ્વિન દવે, ડો. હર્ષ પટેલ, ડો.નિલેશ નાથાણી, ડો.ડિમ્પલ પટેલ, ડો.શિપ્રા અગરવાલ, ડો.જયેન્દ્ર ગોહિલ, ડો. શીતલ પરીખ વિગેરે દ્વારા રાજ્યભરના બાળરોગ તબીબો, પીજી વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓને આ ગોલ્ડન જ્યુબિલી વૈજ્ઞાનિક મહાકુંભમાં જોડાવા અનુરોધ કર્યો છે.
આ કોન્ફરન્સમાં વિવિધ પ્રકારના 38 થી વધુ સ્ટોલ સાથે નું માહિતી વિષયક પ્રદર્શન પણ સ્થળ ઉપર જ યોજાશે જેમાં 150 થી વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે અને બાળ આરોગ્ય ને લગતા પોતાના વિવિધ પ્રોડક્ટ્સ, સંશોધન, નવી દવાઓ, આધુનિક મેડિકલ ઉપકરણો અને સર્વિસીસ વિશે ની માહિતી આપશે. તેમ ડો.મેહુલ મનસુખપરી ગોસાઈ
(એમ.ડી. પિડીયાટ્રિકસ) એ માહિતી આપી હતી.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
