તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 1st November 2026
બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ ભાઈ છાંગાની શુભેચ્છા મુલાકાત
સિરામિક ઉદ્યોગના આગેવાનો અને એસોસિએશનના હોદ્દેદારો તથા જેટકો અને પીજીવીસીએલ ના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ ભાઈ છાંગા સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મોરબી સિરામિક ઉદ્યોગના આગેવાનો અને એસોસિએશનના હોદ્દેદારો તથા જેટકો અને પીજીવીસીએલ ના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ખાસ કરીને વીજળી માં આવતા અવરોધો અને વીજળીની વધતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજલાઈનો અને સબસ્ટેશનોનું નિર્માણ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ, પાણીની સમસ્યા તેમજ ઉદ્યોગને અસર કરતા અન્ય મહત્ત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રીશ્રી ત્રિકમ ભાઈ છાંગા સાહેબે ઉદ્યોગના પ્રશ્નોને હકારાત્મક અભિગમથી સાંભળી, તેના વહેલી તકે નિરાકરણ માટે શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને ઉદ્યોગકારોની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે આવો સકારાત્મક સંવાદ અત્યંત આવકારદાયક છે.
મનોજ એરવાડિયા
પ્રમુખ, મોરબી સિરામિક એસોસિએશન
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
