<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ભાવનગર મહાનગર ભાજપા કાર્યાલય ખાતે નેગરસેવકો સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી : વિકાસકામો અંગે આપ્યું માર્ગદર્શન

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મહાનગરના પ્રજાલક્ષી પ્રશ્નો અને જનસેવાની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

ભાવનગર: ભાવનગર મહાનગર ભાજપા કાર્યાલય ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નગરસેવકો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક દરમિયાન પ્રદેશ અધ્યક્ષ દ્વારા મહાનગર ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો, પ્રજાલક્ષી યોજનાઓ તથા જનસેવા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ઉપસ્થિત તમામ નગરસેવકો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ આગામી આયોજનો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સંગઠનાત્મક બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, ભાવનગર મહાનગર અધ્યક્ષ કૃણાલભાઈ શાહ, પ્રભારી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા તેમજ સેવા સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા સહિત ભાવનગર મહાનગર ભાજપાના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 AM IST)