<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

મોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ : માળીયામીયાણામાં ૪ કલાકમાં ૫ ઇંચ :ટંકારા- વાંકાનેરમાં દોઢ ઇંચ : ચોમેર પાણી-પાણી

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ફરી વરસાદનું રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ : સાર્વત્રિક વરસાદની હજુ જરૂર

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૮ :           મોરબી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. માળીયામીયાણા તાલુકામાં છેલ્લા ૪ કલાકમાં અનરાધાર ૫ ઇંચ વરસાદ ખાબકતા ચોમેર પાણી-પાણી થઈ ગયું છે. માળીયા મીયાણા તાલુકામાં રાત્રિના ૧૨ થી ૨ દરમિયાન ૧ ઇંચ અને મોડી રાત્રિના ૨ થી ૪ દરમિયાન ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.

બીજી તરફ ટંકારા પંથકમાં પણ સવારે 6 વાગ્યાથી પોણા આઠ વાગ્યા સુધીમાં 38 મીમી વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

(9:31 AM IST)