તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 5th November 2026
ઉનામાં તોરણિયા રામામંડળ દ્વારા આખ્યાન

ઉનાઃ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા તોરણીયા રામામંડળ (આખ્યાન) નું આયોજન કરવામાં આવ્યું હતું. તોરણીયા રામામંડળ (આખ્યાન) નું ડી.જે.ના તાલે વાજતે-ગાજત સામૈયું કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આખ્યાનનો લાભ લેવા ઉના શહેર, ઉના તાલુકા તેમજ ગીરગઢડા તાલુકામાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, જૂનાગઢ-ગીર સોમનાથ લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસભાઈ દોમડીયા, જીલ્લા કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ પીઠિયા, કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી તેમજ ઉના-ગીરગઢડા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ઉના નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા જીલ્લા-તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રામા મંડળ દ્વારા આખ્યાનની તસ્વીર( તસ્વીરઃ હરેશ દવે-ઉના)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
