તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
મેંદરડાના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુ દ્વારા રાજકોટમાં પૂ. કનકેશ્વરી દેવીજીના વ્યાસાસને કથા
મે મહિનામાં ૧૦૮ પોથી ગુરૂપરક શ્રીમદ ભાગવત તત્વદર્શન કથાનુ઼ આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૯: મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહામંડલેશ્વરશ્રી શ્રી ૧૦૦૮ મહંતશ્રી સુખરામદાસજીબાપુ ગુરૂશ્રી રામકિશોરદાસજીબાપુ શિષ્યો-સેવક સમાજ તથા કથા તેમજ કલા ક્ષેત્રના સમર્પિત સારસ્વત મહાનુભાવો દ્વારા રાજકોટના આંગણે પ્રથમ વખત ૧૦૮ પોથી ગુરૂપરક શ્રીમદ ભાગવતતત્વ દર્શન કથાનું શ્રી અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપ મહામંડલેશ્વર પુ. માં કનેકશ્વરી દેવજીના વ્યાસાસને તા. ૪-પ-ર૦ર૭ ને મંગળવારથી તા. ૧૦-પ-ર૦ર૭ સોમવાર સુધી આયોજન કરાયું છે.
આ જ્ઞાનયજ્ઞમાં પિતૃઓની પ્રસન્નતાર્થે નામ માત્રન્યોછાવર શુલ્ક આપી પોથી યજમાન બનવા માટે મો. નં. ૯૯૧૩૬ ૦૧૦૦૮ અને ૯૪ર૯૩ ૦૧૦૦૮ તેમજ ૭૪૦પ૭ ૦૧૦૦૮ ઉપર સંપર્ક સાધવા પુ. સુખરામદાસ બાપુએ જણાવ્યું છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
