<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ઉના શહેરમાં જસરાજનગર સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી રખડતા કૂતરાઓએ ભારે આતંક મચાવ્યો

લોહીતરસ્યા બનેલા કૂતરાઓ દ્વારા માસૂમ બાળકો પર હુમલો કરવાના ભયાનક દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ફફડાટ

ગીરસોમનાથના ઉના શહેરમાં આવેલી જસરાજનગર સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી રખડતા કૂતરાઓએ ભારે આતંક મચાવ્યો છે. લોહીતરસ્યા બનેલા કૂતરાઓ દ્વારા માસૂમ બાળકો પર હુમલો કરવાના ભયાનક દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે વાલીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રખડતા કૂતરાઓને પકડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

(1:20 AM IST)