<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓને બાતમી આપતા વધુ ૨૩ તત્‍વો સામે કડક કાર્યવાહી

ડિજિટલ જાસૂસીનો પર્દાફાશઃ પોલીસ અધિકારીઓના વ્‍હોટશેપમાં ૧૦૦થી વધુ ગ્રૂપ બનાવી લોકેશન આપ લે કરવામાં આવતાઃ ૩૦ મોબાઈલ ફોન પણ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રપઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી અટકાવવા માટે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા પણ પોતાનું અલગથી નેટવર્ક ઊભું કરવામાં આવ્‍યું છે ખનીજ માફીયાઓ દ્વારા નેટવર્ક ઊભું કરી અને તેમના માણસો પોલીસ અધિકારીઓની કચેરી બહાર ગોઠવી દેવામાં આવતા હોવાનો ધડાકો થયો છે ત્‍યારબાદ પોલીસ અધિકારીઓ પોતાની કચેરી બહાર નીકળે ત્‍યારથી લઇ અને તે કયાં જાય છે અને શું કામગીરી કરે છે તે પ્રકારની તમામ પ્રકારની બાતમીઓ ખનીજ માફિયા અને તેમના નિヘતિ કરેલા લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી અને શેર કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે.

પોલીસ અધિકારીઓની મોટાભાગે માહિતી આપવામાં આવતી હોવાનો પણ ધડાકો થયો છે ત્‍યારે આ આધારે જ્‍યાં પણ ખનીજ ચોરી ચાલતી હોય ત્‍યાં રેડ કરવા માટે પોલીસ વિભાગ જાય ત્‍યારે ખનીજ માફિયાઓને તેની અગાઉથી જાણ થઈ જતી હતી અને ખનીજ માફિયાઓ પોતે ખનીજ ચોરી સમેટી લેતા હતા અને બંધ કરી દેતા હતા અને સગેવગે તમામ મુદ્દામાલ પણ કરી દેતા હતા ત્‍યારે પોલીસ સફળ ન થાય અને વહીવટી તંત્ર સફળ ન થાય તેની પાછળ કોનો હાથ હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરવામાં આવી હતી.

થાનગઢ સાયલા મુળી અને ચોટીલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કુલ ૨૩ જેટલા બાતમીદારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસે રહેલા ૩૦ થી વધુ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્‍યા છે અને મોબાઈલ ફોનમાંથી અલગ અલગ ૧૦૦ થી વધુ ગ્રુપો મળી આવ્‍યા છે જેમાં આ ઝડપાયેલા ૨૩ જેટલા ઇસમો પાસેથી મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્‍યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે પોલીસ વિભાગના અધિકારીઓની રેકી કરતા ૨૩ જેટલા શખ્‍સોને હાલ ઝડપી પાડવામાં આવ્‍યા છે અને તેમના વિરોધમાં પગલાં ભરવામાં આવ્‍યા છે ત્‍યારે હાલના તબક્કામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે અને અધિકારીઓ આ મુદ્દે ઝડપાયેલા મોબાઈલ ચેક કરી રહ્યા છે તેમાં અનેક મોટા ધડાકાઓ થાય તેવી શકયતાઓ છે ખનીજ માફિયાઓને તમામ પ્રકારની વિગતો ઝડપાયેલા ઇસમો પૂરી પાડતા હતા ત્‍યારે તેમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા ઇસમોના નામોની યાદી નીચે મુજબ છે.

થાનગઢ પોલીસ સ્‍ટેશન : (૧) કાનાભાઇ દેવાભાઇ કમેજળીયા રહે. મનડાસર, (૨) નિલેશભાઇ રઘાભાઈ કઠેસીયા રહે.સોનગઢ (૩) સોહિલભાઇ અહેમદભાઇ કલાડીયા રહે.થાનગઢ (૪) ગોપાલભાઈ રાજેશભાઇ ડાભી રહે, રાવરાણી (૫) જયરાજભાઇ બાબભાઈ ખાચર રહે. થાનગઢ (૬) વાઘાભાઈ રૂખડભાઈ ખટાણા રહે, વેલાળા તા.થાનગઢ.

સાયલા પોલીસ સ્‍ટેશનઃ (૧) પંકજભાઇ મનસુખભાઇ કોઠારીયા રહે.નવી મોરવાડ તા.ચુડા (૨) વિક્રમભાઇ શાર્દુલભાઇ જોગરાણા રહે.જુના જશાપર તા.સાયલા (૩) રણછોડભાઇ અમરાભાઈ ખાંભલા રહે.રાતડકી તા.સાયલા (૪) મહેશભાઇ અરવિંદભાઇ ભાલાળા રહે.ગુંદીયાવડા તા.સાયલા (૫) ભગાભાઇ ભીમાભાઇ ચોહલા રહે.જુના જશાપર તા.સાથલા.

મુળી પોલીસ સ્‍ટેશનઃ (૧) ભલુભાઇ(ભટુ) મનુભાઇ સારલા રહે.દેવપરા (૨) નિલેશભાઇ ઉર્ફે લીલાભાઈ ભીમશીભાઇ ર્લીોહ રેહે.ખાખરાથલ તા-થાન (૩) રૂપેશભાઇ જગાભાઇ રબારી રહે.ખાખરાથલ (૪) નવઘણભાઇ ઉર્ફે ધનાભાઇ હરજીભાઇ અઘારા રહે.દેવપરા (૫) વિષ્‍ણુભાઇ હેમુભાઇ અગોલા રહે.ગઢડા  (૬) ટિકુભાઇ કલાભાઇ અગોલા રહે, ગઢડા (૭) માધુભાઇ સાર્દુલભાઇ અગોલા રહે.ગઢડા (૮) ગીરીરાજભાઇ મકવાણા રહે.વડોદ (૯) અરજણભાઇ સાકરીયા રહે.નાના કેરાળા (૧૦) દશરથભાઇ બનેસંગભાઇ રાઠોડ રહે.હે.મોટા મઢાદ.

ચોટીલા પોલીસ સ્‍ટેશનઃ (૧) નાગરાજભાઇ જેઠુરભાઈ ખાચર રહે,જાનીવડલા ઠે.રામજી મંદિરની બાજુમાં  (૨) વિપુલભાઇ હનાભાઇ બોહકિયા રહે.દેવસર ઠે.ધાવડી માં ના મંદિર પાસે (૩) રામજીભાઈ જીવણભાઈ સુરેલા રહે. પાજવાળી ઠે. પાદરની નિશાળ પાસે

(1:15 PM IST)