તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના અધિકારીઓ પર હુમલાની ઘટના બાદ કડક કાર્યવાહી : રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત : દબાણકારો સામે લાલ આંખ
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી એસ્ટેટ શાખા દ્વારા દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ તેમજ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં સઘન દબાણ હટાવ કામગીરી

( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા 4 : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર કરવામાં આવતા ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે એસ્ટેટ શાખા દ્વારા દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ તેમજ બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં સઘન દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન રસ્તા પર દબાણ કરીને રાખવામાં આવેલી રેકડીઓ, પથારાઓ, પૂતળાં, કેરેટ, છત્રીઓ, કાંટા સહિતની વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મનપાના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા હવે દબાણકારો સામે કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાની આ કાર્યવાહીને પગલે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
