<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલ કચ્‍છનાં ઈશ્‍વરભા ગઢવીનાં ૮ દિવસના રિમાન્‍ડ મંજુર

નકલી દારૂ પ્રકરણમાં અત્‍યાર સુધીમાં ૨૮ શખ્‍સોની ધરપકડ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડ માં ૧૩ લોકોના મોત બાદ સ્‍ટેટ મોનિટરિગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અગાઉ ૨૭ આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડ મેળવવામાં આવ્‍યા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન ભચાઉના ઈશ્વરભા ગઢવીનું નામ સામે આવતાં SMCએ તેની ધરપકડ કરી હતી. ઈશ્વરભાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૮ દિવસના રિમાન્‍ડ મંજૂર કરવામાં આવ્‍યા હતા.

આરોપીની પૂછપરછમાં લઠ્ઠાકાંડમાં તેની ભૂમિકા, અન્‍ય આરોપીઓ સાથેના સંપર્કો તથા ઝેરી દારૂના નેટવર્ક સાથેની કડી અંગે વિગતો મેળવવા તપાસ હાથ ધરાઈ હતી. ઈશ્વરભા ગઢવીની ધરપકડ સાથે લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો હવે ૨૮ પર પહોંચ્‍યો હતો.

(10:58 AM IST)