<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

કેરળમાં ચોમાસુ બેસવાના પ્રબળ એંધાણ, આગામી ૩ થી ૪ દિવસમાં ધમાકેદાર એન્‍ટ્રીની શકયતા

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૫: દેશમાં કાળઝાળ ગરમી વચ્‍ચે હવે સામાન્‍ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ ભારતના કેરળ રાજ્‍યમાં ચોમાસું બેસવાના સ્‍પષ્ટ અને પ્રબળ સંકેતો મળી રહ્યા છે. હવામાનની હિલચાલ પર નજર કરીએ તો, કેરળના અક્ષાંશ (Latitude) ઉપર વાદળોનું જોર નોંધપાત્ર રીતે વધ્‍યું છે.   ITCZ ની સક્રિયતા અને ભારે વરસાદની શરૂઆત  હવામાન નિષ્‍ણાત ઉતમ માળીના જણાવ્‍યા અનુસાર, ITCZ (Inter Tropical Convergence Zone) હવે ભારતીય સરહદની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. આ ભૌગોલિક બદલાવને કારણે ચોમાસાના આગમન માટેનો માર્ગ મોકળો બન્‍યો છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન સર્જાયેલા પૂર્વ-પヘમિ ટ્રફ (Trough) ને લીધે કેરળના અનેક વિસ્‍તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ખાબકયો છે, જેને પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટીનો મજબૂત હિસ્‍સો માનવામાં આવી રહ્યો છે, હાલમાં એક નાનું હવામાન ડિસ્‍ટર્બન્‍સ પヘમિ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે ચોમાસાની પ્રગતિમાં આંશિક કે ક્ષણિક અવરોધ ઊભો કરી શકે છે. પરંતુ રાહતની વાત એ છે કે, ચોમાસુ પવનો (Monsoon Winds) હવે એકદમ નજીક આવી પહોંચ્‍યા હોવાથી આ અવરોધ લાંબો સમય ટકશે નહીં. આગામી ૩ થી ૪ દિવસમાં કેરળના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્રતામાં હજુ પણ વધારો થશે 

ચોમાસાનું આગમન  આ સાનુકૂળ વાતાવરણને કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ કેરળના દરિયાકાંઠે વિધિવત રીતે ચોમાસાના આગમન (Onset) માટે સંપૂર્ણ પરિસ્‍થિતિ તૈયાર થઈ જશે.  કેરળમાં ચોમાસાની આ સકારાત્‍મક ગતિને જોતા આગામી દિવસોમાં તે દેશના અન્‍ય ભાગો અને ગુજરાત તરફ કયારે આગળ વધશે, તેના પર હવે દેશભરના ખેડૂતો અને સામાન્‍ય નાગરિકોની નજર ટકેલી છે.

(3:41 PM IST)