તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ધોરાજીમાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવા પ્રબળ માંગ :ગૌભક્તોએ મામલતદાર કચેરીએ ઉમટી કરી રજૂઆત
વૃન્દાવનથી શરૂ થયેલા “ગૌ સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત ધોરાજીમાં પણ તેની અસર જોવા મળી

ધોરાજી :સમગ્ર દેશમાં ગૌમાતાના સન્માન અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટેનો અવાજ વધુ તેજ બન્યો છે. વૃન્દાવનથી શરૂ થયેલા “ગૌ સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત આજે ધોરાજીમાં પણ તેની અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ગૌભક્તો એકજુટ થઈને સ્થાનિક મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. આ અભિયાન હવે એક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેમાં લોકોએ એકતા અને શ્રદ્ધા સાથે ગૌરક્ષાર્થે અવાજ ઉઠાવ્યો હતો. આ લહેરને કારણે સ્થાનિક સ્તરે પણ ગૌભક્તોમાં ભારે ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
