હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાફરાબાદમાં શિક્ષક રામશંકર પંડયા દ્વારા છાત્રા સાથે દુષ્કર્મ : ૩ ને અડપલા કર્યા
સરકારી શાળાના શિક્ષક ભાન ભુલતા ધરપકડ : વાલીઓ-વિદ્યાર્થીઓ દ્વારા ફિટકાર આરોપી અગાઉ ગીર સોમનાથ જીલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬ :અમરેલી જિલ્લાના જાફરાબાદમાંથી શિક્ષણ જગતને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાફરાબાદની એક સરકારી શાળાના શિક્ષક રામશંકર પંડ્યા પર ૩ સગીર વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કરવા અને એક સાથે દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.
જાફરાબાદ પંથકની એક શાળામા સરકારી શિક્ષક આરોપી રામશંકર બટુકભાઈ પંડ્યા હાલ એક ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે વતન ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદરનો રહેવાસી સગીરવયની માસુમ ૪ બાળાઓને શાળામાં સ્ટાફ રૂમમાં બોલાવી અડપલાં કરી દુષ્કર્મ આચરતો જેમાં એક બાળા સાથે તો શારીરિક સબંધ બાંધી બળજબરી પૂર્વક બળાત્કાર કરી રેપ કર્યો હતો.
આમ કુલ ૪ બાળાઓ ભોગ બની છે જેમાં છેલ્લા ૬ મહિનાથી આવું શિક્ષક કળત્ય કરતો હતો. હાલ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ બળાત્કાર રેપની ફરિયાદ નોંધાય છે તપાસ ઇન્ચાર્જ પીઆઇ રવિરાજસિંહ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.
શિક્ષક આરોપી રામશંકરભાઈ પંડ્યાની જાફરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ શિક્ષકની પોલીસ પૂછપરછ કરશે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો હાલ શિક્ષક તરીકે જાફરાબાદ પંથકમાં એક ગામમાં આવેલ એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો શિક્ષણજગતમાં શર્મશાર કરતો કીસ્સો સામે આવ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
