News of Sunday, 27th September 2026
જસદણના આંબરડી ગામે જીવનશાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
ધો.11 અભ્યાસ કરતા વિશાલ મનસુખભાઈ સોરાણી નામના વિદ્યાર્થીએ બપોરે જમ્યા બાદ હોસ્ટેલના રૂમમાં જઈ ગળેફાંસો ખાધો: જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવ્યા બાદ પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી.

(વિજય વસાણી દ્વારા) આટકોટ: જસદણના આંબરડી ગામે આવેલ જીવનશાળા સ્કૂલમાં ચોટીલા તાલુકાના રાજપરા ગામના વિશાલ મનસુખભાઈ સોરાણી નામનો વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ઞળા ફાંસો ખાઈ મોત વ્હાલુ કરતા અરેરાટી છવાઈ ઞઈ છે.
વિશાલ છેલ્લા ત્રણ વર્ષથી જીવન શાળામા અભ્યાસ કરતો હતો અને હાલ ધોરણ 11 માં હતો આજે બપોરના સમયે ભોજન કર્યા બાદ પોતાના રૂમમાં જઈ ટેબલ પર ચડી હુક પર પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાંસો ખાય લીધો હતો.
હોસ્ટેલના બીજા વિદ્યાર્થીઓ ભોજન કર્યા બાદ જ્યારે રૂમમાં ગયા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો વિદ્યાર્થીઓએ રૂમનો દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો ત્યારે સંચાલકોને બોલાવ્યા સંચાલકો દ્વારા દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે વિશાલનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો.
સંચાલકો દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીના વાલી અને જસદણ પોલીસને જાણ કરવામાં આવી હતી મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.માટે લવાયો હતો અને ત્યાર બાદ જસદણ પોલીસ આંબરડી ગામે જીવનશાળામાં તપાસ માટે પહોંચી આપઘાતનુ કારણ જાણવા તપાસ હાથ છે.
વિશાલે બે વર્ષ પહેલા તેના ધેર પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો !
વિશાલનો મૃતદેહ જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યો ત્યા તેના પિતા અને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.
જસદણ પોલીસે આંબરડી ગામે આવેલી જીવન શાળા પહોંચી અને બનાવની જગ્યાનુ નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને સંચાલકોના નિવેદન લીધા હતા જેમા એવું પણ જાણવા મળેલું છે કે અગાઉ બે વર્ષ પહેલા વિશાલે પોતાના ઘરે રાજપરા ગામે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અત્યારે હાલ આપઘાતનું કારણ અકબંધ છે શા માટે આપઘાત કર્યો હતો એને લઈ જસદણ પોલીસે તપાસ તેજ કરી છે આપઘાત પાછળ નુ કારણ પોલીસ તપાસમાં ખુલશે
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
