<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી: છગનમામા સોસાયટીમાંથી વરલી મટકાના આંકડા લેતા ઈસમ રોકડ રૂ. 3,20,940 અને મોબાઈલ સહિત કુલ રૂ. 3,50,940ના મુદ્દામાલ સાથે ઝડપાયો : ગણનાપાત્ર કેસનો ભેદ ઉકેલાયો

વિનોદ આહુજા સિમેન્ટની બેન્ચ પર બેસી મોબાઈલમાં ટાઈમ ઓપન-મીલન ઓપનના આંકડા લેતા રંગેહાથ ઝડપાયો, વોટ્સએપમાં આંકડાની ચિટ્ઠી અને ચેટ મળી : કાળુભાઈ, મયુર, કિર્તી, નરેશ, જેન્તીભાઈ ગ્રાહક તરીકે ખુલ્યા, પો.ઈન્સ. કૃણાલ પટેલની ટીમે ગુનો નોંધી કાર્યવાહી કરી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા. 30 : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગો.કા. પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઉપરી અધિકારીઓની સૂચના મુજબ શહેરમાં પ્રોહી/જુગાર ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં એક મોટી સફળતા મળી છે. ભરડાવાવ છગનમામા સોસાયટીના નાકે સિમેન્ટની બેન્ચ ઉપર એક ઈસમ મોબાઈલ ફોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો નજરે પડતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી વિનોદ કિશનભાઈ આહુજા, ઉ.વ. 44, રહે. જૂનાગઢ છગનમામા સોસાયટી, ભરડાવાવના મોબાઈલ ફોનમાં વોટ્સએપમાં ચેક કરતા ટાઈમ ઓપન તથા મીલન ઓપનના વરલી મટકાના આંકડા જોવામાં આવેલ, તેમજ વરલી મટકાના આંકડા લખેલ ત્રણ ચીઠ્ઠી તથા અલગ-અલગ મોબાઈલ નંબર પર વરલી મટકાના આંકડાની ચેટ પણ મળી આવી હતી. અંગ જડતી કરતા તેની પાસેથી ભારતીય દરની ચલણી નોટો રોકડા કુલ રૂ. 3,20,940/- મળી આવતા કબ્જે કરવામાં આવ્યા હતા. મોબાઈલ ફોન-3 કિ.રૂ. 30,000/- મળી કુલ રૂ. 3,50,940/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીએ કબૂલાત કરી કે રૂપિયા વરલી મટકાના જુગારના હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછમાં કાળુભાઈ રહે. ધંધુસર, મયુર રહે. જૂનાગઢ ભવનાથ, કિર્તી મકવાણા રહે. જૂનાગઢ ધારાગઢ દરવાજા વાળાઓ ગ્રાહક તરીકે તથા નરેશ કિપલાણી રહે. જૂનાગઢ વાંજાવાડ અને જેન્તીભાઈ રહે. જૂનાગઢ વાંજાવાડ વાળાઓ બીજા પાસેથી વેપાર લઈને આપતા હોવાનું ખુલ્યું છે. ભવનાથ પો.સ્ટે. ગુ.ર.નં 1120300326 0037/2026 જી.ધા.ક. 12 મુજબનો ગુનો રજૂ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ. શ્રી કૃણાલ એમ. પટેલ, પો.હેડ કોન્સ. ભનુભાઈ ઓડેદરા, પો.કોન્સ. અજયસિંહ ચુડાસમા, રાજુભાઈ કટારા સહિતના સ્ટાફે કામગીરી કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

 

"

(3:58 PM IST)