<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વરસાદ દરમિયાન સફળ રેસ્ક્યૂ કામગીરી : જુઓ વિડિયો

ભારે વરસાદને કારણે એક ફોર વ્હીલ વાહન, એક રિક્ષા અને એક ઇકો ગાડી સહિત કુલ ત્રણ વાહનો પાણીમાં ફસાયા :વાહનોમાં રહેલા કુલ 19 લોકોને ફાયર ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : આજે સાંજે 17:17 કલાકે મેંદરડા–સમઢીયાળા રોડ પર ભારે વરસાદને કારણે વાહનો પાણીમાં ફસાયા હોવાની જાણ ફાયર કંટ્રોલ રૂમને પ્રાપ્ત થતાં જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ભારે વરસાદને કારણે એક ફોર વ્હીલ વાહન, એક રિક્ષા અને એક ઇકો ગાડી સહિત કુલ ત્રણ વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. વાહનોમાં રહેલા કુલ 19 લોકોને ફાયર ટીમ દ્વારા સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ફાયર ટીમ દ્વારા તમામ ફસાયેલા વાહનો તથા તેમાં રહેલા 19 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર રેસ્ક્યૂ કામગીરી સમયસર, સુનિયોજિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નાગરિકોની સુરક્ષા માટે સતત સતર્ક રહી વરસાદી પરિસ્થિતિ દરમિયાન જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે પ્રતિબદ્ધ છે.

(8:41 PM IST)