તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ઉપલેટા પંથકમાં બપોર બાદ અચાનક હવામાનમાં મોટો પલટો :ધીમી ધારે મેઘરાજાનું આગમન
વરસાદી ઝાપટાં શરૂ થતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ: સ્થાનિક રહીશોને ગરમીમાંથી મોટી રાહત મળી

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ રાખી હતી, જેના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. પરંતુ આજે બપોર બાદ અચાનક હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગરમી તથા બફારા વચ્ચે ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદી ઝાપટાં શરૂ થતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
