<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

પાલીતાણાના નાગરાજ વિસ્તાર ઉપરાંત વિરપુર, જામવાળી અને લુહારવાવ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. પાલીતાણાના નાગરાજ વિસ્તાર ઉપરાંત વિરપુર, જામવાળી અને લુહારવાવ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. બીજી તરફ, રાજકોટ જિલ્લાના વિંછીયા અને આસપાસના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને બફારાથી પરેશાન લોકો માટે વરસાદ રાહત લઈને આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખેતી અને વાવણી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

(11:34 PM IST)