તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ખંભાળિયા પંથકના વાતાવરણમાં અચાનક પલટો:આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો
મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખંભાળિયા સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ખંભાળિયાના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. અચાનક પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
