News of Friday, 19th June 2026
પોરબંદરની પરિણીતાનો આપઘાત
પતિ જયાં નોકરી કરતો હોય તયા સુરત રહેવા નહિ લઇ જતા લાગી આવ્યું : એસીડ પીને જીંદગી ટૂંકાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: બોખીરા તુંબડા વિસ્તારમાં રહેતા હિરાબેન અજયભાઇ (ઉ.૩૨) એ એસીડ પી લઇને જીંદગી ટૂંકાવી નાખી હતી.
મરણ જનાર હિરાબેનના પતિ અજયભાઇએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ કે પોતે સુરત નોકરી કરે છે, અને પત્નિ હિરાબેન/ પોરબંદરમાં સાસુ-સસરા સાથે રહે છે. હિરાબેનને સુરત રહેવા આવું હોઇ અને લઇ નહી જતાં મનમાં લાગી આવતા એસીડ પી લેતા મરણ થયેલ છે. રૂરલ ડીવાયએસીપી સુરજીત મહેડુ આપઘાતના બનાવ અંગેની તપાસ ચલાવી રહયા છે.(
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
