<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

સાયલામાં પરણિતાનો આપઘાત

પરિવારે હત્‍યા થયાનો કરેલો આક્ષેપઃ ચકચાર

વઢવાણ, તા. ૬: સાયલા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્‍યાં એક પરણિતાના રહસ્‍યમય સંજોગોમાં થયેલા મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મળતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્‍યામાં સાયલા સરકારી હોસ્‍પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. પરિવારે આ બનાવને આત્‍મહત્‍યા નહીં પરંતુ હત્‍યા ગણાવીને ગંભીર આક્ષેપો કર્યા છે.

મળતી માહિતી મુજબ, સાયલામાં રહેતી પરણિતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્‍યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્‍યું હતું.

પરણિતાના અકાળે થયેલા અવસાન બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે આ કોઈ સામાન્‍ય આત્‍મહત્‍યાનો કિસ્‍સો નથી, પરંતુ તેમની પુત્રીની હત્‍યા કરવામાં આવી છે. આક્ષેપોના કારણે હોસ્‍પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસનો કાફલો તાત્‍કાલિક સાયલા હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયો હતો. મોતનું સાચું અને ચોક્કસ કારણ જાણી શકાય તે માટે તબીબોની વિશેષ ટીમ દ્વારા મળતદેહનું પેનલ પીએમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. પેનલ પીએમનો રિપોર્ટ આવ્‍યા બાદ જ મોતનું સાચું કારણ સ્‍પષ્ટ થઈ શકશે.

આ સમગ્ર મામલે સાયલા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 AM IST)