<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સુલતાનપુર સહકારી મંડળીની ૩૦ વર્ષ બાદ ચૂંટણી

૨૯ નવેમ્‍બરે પાંચ ગામના ૧,૯૦૧ મતદારો મતદાન કરશેઃ સહકાર પેનલની બે બેઠકો બિનહરીફ થવાની સ્‍થિતિ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૨૫: તાલુકાની સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીની ૩૦ વર્ષ બાદ આગામી ૨૯ નવેમ્‍બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ‘ખેડૂત પરિવર્તન પેનલ' અને ‘સહકાર પેનલ'  વચ્‍ચે સીધો મુકાબલો છે. સુલતાનપુર, નાના સખપર, મોટા સખપર, વિંજીવડ અને સાંજડીયાળી એમ પાંચ ગામોના કુલ ૧,૯૦૧ મતદારો તા.૨૯ ના સવારે ૮થી બપોરે ૩ વાગ્‍યા સુધી સુલતાનપુરની કન્‍યા પ્રાથમિક શાળામાં મતદાન કરશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.

ખેડૂત પરિવર્તન પેનલ નાં ઉમેદવારો એ જણાવ્‍યું કે ‘કોઈ રાજકારણ નહીં, ફક્‍ત સેવા'ના સૂત્ર સાથે મેદાનમાં ઉતરેલી ખેડુત પરિવર્તન પેનલે ટેકાના ભાવે ખરીદીની મફત નોંધણી, દર ૬ મહિને હિસાબ જાહેર કરવો, વર્ષમાં એકવાર મફત માટી પરીક્ષણ અને ખાતર ભરવા મજૂરની વ્‍યવસ્‍થા સહિતના મુદ્દા રજૂ કર્યા છે.

આ પેનલમાંથી અરવિંદભાઈ માંડણકા, કમલેશભાઈ દવે, કૌશિક કચ્‍છી, કિશોરભાઈ રૈયાણી, કિશોરભાઈ ભાદાણી, ગોપાલભાઈ દેસાઈ, ચંદુભાઈ બોરડ, નીતિનભાઈ ગોંડલીયા, નિલેશભાઈ ચભાડીયા, ભરતભાઈ ગોંડલીયા, ભાવેશભાઈ ગોંડલીયા, હિતેષભાઈ વેકરીયા, મુક્‍તાબેન બોરડ અને અરજણભાઈ ભુવા ચૂંટણી લડી રહ્યા છે.

બીજી બાજુ સહકાર પેનલ  તરફથી બાવાભાઈ વાઘાભાઈ સોલંકી અને એક મહિલા બેઠક મળી કુલ બે બેઠકો બિનહરીફ થવાની સ્‍થિતિ છે.  આ પેનલમાં અરવિંદભાઈ ગોંડલીયા, કચરાભાઈ વૈષ્‍ણવ, જયંતિભાઈ ભુવા, જયસુખભાઈ બોરડ, ધીરજલાલ પદમાણી, ધીરૂભાઈ ડોબરીયા, ભીમજીભાઈ ભાદાણી, ભરતભાઈ ભુવા, મનસુખભાઈ કાછડીયા, વીરજીભાઈ હિરપરા, શૈલેષભાઈ ડોબરીયા, સંજયભાઈ પાનસુરીયા, પારૂલબેન વૈષ્‍ણવ, હેમકુંવરબેન ગોંડલીયા અને લાભુબેન વઘાસિયા ઉમેદવારી કરી છે.

(11:18 AM IST)