<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સૂર્ય જ્ઞાનનું પ્રતિક અને ધરતી ભક્‍તિનું પ્રતિકઃ પૂ. મોરારીબાપુ

શુકતાલમાં ‘‘માનસ સુકતાર્થ'' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ

રાજકોટઃ તા.પ, સુકદેવજીની ભાગવદ્દભૂમિ શુક્રતાલમાં પ્રવાહિત થઇ રહેલ રામકથા ‘માનસ સુકતીર્થ' ના ત્રીજા દિવસે-ગઇકાલે કથાના પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું-રામચરિત માનસમાં ‘સુક' શબ્‍દ પાંચ વખત આવે છે સુકનો સીધો અર્થ પોપટ છે, પોપટ કયારેય એની બોલી નથી બોલતો અન્‍ય કોઇ એને શીખવે છે એ જ બોલે છે. કોઇ ગાળ બોલે તો એ ગાળ બોલે છે એક અર્થમાં એ ગુરૂમુખી છે. હું પણ મારા ત્રિભુવનદાદાનો સુક છું તલગાજરડાનો તોતા બોલી રહયો છે. મારા ગુરૂએ જે કાંઇ શિખવ્‍યું એ આપની સન્‍મુખ બોલી રહયો છું સુક પરંપરા પાંચ છે આ ભાગવદ્દ  ભાગિરથીનું ઉદ્દગમ સ્‍થાન નારાયણ છે, નર નારાયણ, આદીનારાયણ, સૂર્ય નારાયણ, સત્‍ય નારાયણ.... નરનારાયણ/ આદિસુક થી પ્રગટી એ બ્રહ્મા (બ્રહ્મસુક) પાસે પહોંચી, બ્રહ્માએ નારદજી (દેવર્ષિ સુક) ને આપી નારદજી પાસેથી વેદ વ્‍યાસ (વ્‍યાસ બાદરાયણ સુક) પાસે પહોંચી છે અને વ્‍યાસજીએ (અવધૂત સુક) સુકદેવજીને આપી છે.

માનસમાં વિભિષણની શરણાગતિનો મહિમા છે વિભિષણે રાવણની સભાનો ત્‍યાગ કર્યો એ પછી વિભિષણ ત્રણ લોકોને મળવા જાય છે. (૧) તેની આભને મળે છે અને કહે છે કે મા, મને ચરણપ્રહાર કરીને ભાઇ રાવણે કાઢયો છે મે એને દગો નથી કર્યો (ર) કુબેરભાઇને વિભિષણ મળે છે અને કહે છે કે હું રામને શરણે જાઉં છું- તારા ધન- વૈભવના ભંડારમાંથી મારે કશું જ નથી જોઇતું અને (૩) મહાદેવ પાસે વિભિષણ જાય છે. મહાદેવ સાક્ષી છે, આપણે ત્‍યાં મહાદેવને સાક્ષી રાખવા-માનવામાં આવે છે. વિભિષણ કહે છે કે-પ્રભુ ભાઇ રાવણે મને સભામાંથી હાકી કાઢયો છે ! હવે હું રામ (સત્‍ય) ને શરણે જાઉં છું. (મજોઃ - મનોજ જોશી-રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, ૮૧૪૦૨ ૧૩૧૩૦) 

(2:31 PM IST)