હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલના ગોમટામાં માતા-પુત્રના ઝઘડામાં સમજાવવા ગયેલા સુનીલને ઇંટ મારી દીધી
પાડોશમાં રહેતા મયુર ઉર્ફે સુખા ભગડા સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૦ : ગોંડલના ગોમટા ગામે રહેતા વસંતભાઇ ઉર્ફે હકાભાઇ રવજીભાઇ પરમાર (ઉ.વ.૪પ) ના પુત્ર સુનીલને પાડોશી મયુર ઉર્ફે સુખો પોપટભાઇ બગડાએ ગાોળો દઇ ઇંટ મારી ઇજા કર્યાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
વસંતભાઇ પરમારે ફરીયાદમાં જણાવ્યું કે તેને સંતાનમાં બે દિકરા તથા એક દિકરી છે. જેમાં સૌથી મોટો દિકરો સુનીલ (ઉ.વ.રર) તથા તેનાથી નાનો દિકરો સાગર (ઉ.વ.૧૭) તથા સૌથી નાની દિકરી શીલ્પાબેન (ઉ.વ.૧૭) છે. ગઇ તા. ૬ ના સાંજે તે વાડીએ હતા ત્યારે તેના કાળુભાઇના દિકરા મહેશભાઇએ ફોન કરી કહેલ કે સુનીલ ગામના સુખો અને તેની માતા સુમીતાબેન ઝઘડો કરતા હતા ત્યારે સમજાવવા જતા સુખાએ સુનીલ સાથે ઝપાઝપી કરી ગાળા ગાળી કરી ઇંટ મારીને જતો રહેલ છે. સુનીલને ગાલ ઉપર ઇજા થયેલ હોય વિરપુર સરકારી હોસ્પીટલ ખાતે લઇને જઇએ છીએ તેમ વાત કરેલ હતી. બાદ તે વાડીએથી ઘરે આવ્યા હતા. તેના દિકરાને વિરપુરથી સારવાર કરાવીને મહેશ પરત ઘરે લઇને આવતો રહેલ હતો. તેને વધુ સારવાર માટે ૧૦૮માં ગોંડલ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જયાંથી રાજકોટ રીફર કરતા ૧૦૮ માં રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
પાડોશમાં રહેતો મયુર ઉર્ફે સુખો પોપટભાઇ બગડા (રહે. ગોમટા) તેના ઘરની બહાર તેની માતા સુમીતાબેન સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરતો હોવાથી સુનીલ તેને સમજાવવા જતા સુખાએ ઝપાઝપી કરી ગાળાગાળી કરી મોઢાના ભાગે ઇંટ મારી દીધાનું ખુલતા હેડ કોન્સ્ટેબલએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
