તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
અંધશ્રદ્ધા પર મોટો પ્રહારઃ જામનગરના સુવરડા ગામે કાળી ચૌદશની મધરાતે સ્મશાનમાં યોજાઈ ‘ચાય પે ચર્ચા'
મળત્યુશય્યાની ખાટલી પર બેસી યુવકે ચા-બિસ્કિટની મજામાણી : કાળી ચૌદશની ભયાનક રાતે સ્મશાનમાં ગૂંજ્યા ભજનામળત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: સામાન્ય રીતે કાળી ચૌદશની રાત્રિને તંત્ર-મંત્ર અને ડર સાથે જોડવામાં આવે છે, ત્યારે જામનગર તાલુકાના સુવરડા ગામે અંધશ્રદ્ધાના મૂળિયાં ઉખાડી ફેંકવા માટે એક અત્યંત અનોખી અને સાહસિક જનજાગળતિ પહેલ યોજાઈ હતી. કાળી ચૌદશની મધરાતે ગામના સ્મશાનમાં જ ભજન, ભોજન અને અંધશ્રદ્ધા નિવારણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સુવરડા ગામમાં કાળી ચૌદશની રાત પડતાં જ સ્મશાન ભૂમિમાં વિશેષ મંડપ બાંધી, માઈક સિસ્ટમ સાથે વિધિવત ભજનમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જામનગરમાં વસતા ક્રિષ્ના ગ્રુપના અગ્રણી કનુભાઈ મિયાત્રા સહિત ગામના અન્ય અગ્રણીઓ અને ઉત્સાહી યુવાનોએ સ્મશાનના પ્રાંગણમાં જ જય પટેલ, બંસી સાઉન્ડ વાળા મામા અને અન્ય કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. આ સાથે જ સ્મશાનમાં ભોજન અને ગરમ ચાનો તાવડો મૂકી એક સકારાત્મક વાતાવરણ ઊભું કરાયું હતું.
મધરાતના બરાબર ૧૨: ૦૦ વાગ્યે ગામલોકો સ્મશાનમાં અંતિમક્રિયાના સ્થળે એકત્રિત થયા હતા. ભય અને અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશ આપતા એક યુવકે નમૂનારૂપ સાહસ દર્શાવ્યું હતું. તેણે અંતિમક્રિયા માટે વપરાતી ખાટલીની ફરતે આંટા માર્યા હતા અને ત્યારબાદ એ જ ખાટલી પર બેસીને નિヘતિંપણે બિસ્કિટ ખાધા અને ચા-પાણી પીધા હતા. સ્મશાનમાં હાજર અન્ય લોકોએ પણ મળત્યુશય્યાની ખાટલી ફરતે ગોઠવાઈને ચા ની ચૂસકીઓ લીધી હતી અને અંધશ્રદ્ધા સામેના આ બળવારૂપ પ્રયાસને બિરદાવ્યો હતો.
સતત ૧૨ વર્ષથી ચાલતી અનોખી ઝુંબેશ
ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ, સુવરડા ગામે છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી આ જનજાગળતિ ઝુંબેશ સતત ચલાવવામાં આવે છે. સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધા અને સ્મશાન પ્રત્યેનો અકારણ ડર દૂર કરવા માટે દર કાળી ચૌદશે સ્મશાનમાં ભજન, ભોજન અને જાગળતિનો આ અનોખો કાર્યક્રમ યોજવામાં આવે છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
