તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી છરીના ઘા ઝીંકી યુવકની હત્યા
૫ આરોપીઓના નામ સામે ફરિયાદઃમળતકની પત્ની ગર્ભવતીઃ બહેને કહ્યું - આરોપીના મોઢા નહીં દેખાડો ત્યાં સુધી મળતદેહ સ્વીકારવાનો ઇનકારઃ પરિવારનો સિવિલ હોસ્પિટલમાં હોબાળો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩: સુરેન્દ્રનગર શહેરમાં મેડિકલ કોલેજ પાછળ પાંચ હનુમાન મંદિર પાસે એક યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરાતા ચકચાર મચી છે.
મળતકનું નામ હાર્દિક સાથલપરા (ઉં.વ. ૨૦) છે. તે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને એક દીકરી છે અને તેની પત્ની સોનલબેન હાલ ગર્ભવતી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૧૫ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી. જેનું સમાધાન કરવા માટે મોડી રાત્રે હાર્દિકને બોલાવવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજ સામે આવેલી સોડા શોપ પર બધાએ સાથે સોડા પીધી હતી. ત્યારબાદ ઘરે મૂકી જવાના બહાને બાઈક પર બેસાડી પાછળ બેઠેલા શખસે સાથળ અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.લોહીલુહાણ હાલતમાં હાર્દિકને સ્થાનિક લોકોએ મેડિકલ કોલેજમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આજે વહેલી સવારે મળતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.
પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.પત્ની સોનલબેને આક્ષેપ કર્યો છે કે છેલ્લા ૧૫ દિવસથી આરોપીઓ ઘરે આવી બારણું ખખડાવી હત્યા કરવાની ધમકી આપતા હતા.
બહેન દક્ષાબેનની માંગ છે કે ૫ ઈસમોએ ભેગા મળી હત્યા કરી છે. ૧૨ કલાક થયા છતાં પોલીસે કોઈને પકડ્યા નથી. જ્યાં સુધી બધા આરોપીઓ પકડાશે નહીં અને તેમના મોઢા નહીં બતાવવામાં આવે ત્યાં સુધી અમે મળતદેહ સ્વીકારીશું નહીં.
પરિવારે ૫ લોકોના નામ આપ્યા છેઃ ૧. રવિ રાજુભાઈ ઝીંઝુવાડિયા૨. રોહિત ચકાભાઈ કોરડીયા ૩. રણજીત ઠાકોર,૪. સચિન જીવાભાઈ ૫. પિન્ટુ નિલેશભાઈ બોડીયો સીટી પોલીસ મથકના પીઆઈ આર.એમ. સંઘાડાએ જણાવ્યું કે, ‘પીએમની કામગીરી પૂર્ણ થઈ છે. સાથળ અને પેટના ભાગે ઘા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને ઝડપવા માટે સીટી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે.' (૩.૪)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
