તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને તેનું ગીરવે મૂકેલું આઈશર વાહન પરત અપાવ્યું
હપ્તા ભરવાની શરતે વાપરવા આપેલું વાહન અન્ય જગ્યાએ ગીરવી મુકતા લોનના હપ્તા ન ભરી શક્યા હતા

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે સરાહનીય કામગીરી કરીને છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમનું ગીરવે મૂકેલું આઈશર વાહન હેમખેમ પરત અપાવ્યું છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે, અરજદાર દિનેશભાઈ ગેલડિયાએ લોન પર એક આઈશર ગાડી લીધી હતી. આ વાહન તેમણે આગળના હપ્તા નિયમિત ભરવાની શરતે પ્રફુલભાઈ ક્લાડીયા નામના વ્યક્તિને વાપરવા આપ્યું હતું. જો કે, પ્રફુલભાઈએ અરજદારની જાણ બહાર જ આ આઈશર ગાડીને ₹૧ લાખમાં અન્ય જગ્યાએ ગીરવે મૂકી દીધી હતી અને લોનના હપ્તા ન ભરીને દિનેશભાઈ સાથે મોટી છેતરપિંડી આચરી હતી.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
