તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ચાંદીપૂરા વાઇરસ સામે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર સતર્કઃ ગામડામાં સતર્કતા દાખવવા સુચના
જીલ્લાના ૨૦૦થી વધુ તબીબો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સ યોજી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા કેસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નાના બાળકોને માખી કરડે ત્યારે ચાંદીપુરા વાયરસ થતો હોય છે સેન્ડ ફલાય માખી ના કરડવાથી આ રોગ પ્રસરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ અંગે ગુજરાત રાજ્યમાં કેસોની સંખ્યામાં વધારો થયો હોવાના કારણે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે સતર્ક બન્યું છે.
ત્યારે હવે ચાંદીપુરા કેસ ના દર્દીઓની સંખ્યામાં ગુજરાત રાજ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે સરકાર બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના સીએચસી પીએસસી અને સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવી છે અને ૨૦૦ થી વધુ ડોક્ટરોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.
આ અંગેની ઘટનાઓ સુરેન્દ્રનગરમાં ન બને તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તેના ભાગ સ્વરૂપે બેઠકો શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૨૮૦૦૦ જેટલા કાચા મકાનો આવેલા છે ત્યાં સર્વેલાન્સ ટીમો મોકલી અને ફોગીંગ કરાવામાં આવશે - ડો.બી.જી ગોહિલ આરોગ્ય અધિકારી સુરેન્દ્રનગરએ જણાવ્યુ છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
