તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુરેન્દ્રનગર LCBનો સપાટોઃઆદરીયાણામાં જુગારધામ પર દરોડો,૯ ઝડપાયા,૨.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત,૬ ફરાર
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચનાથી કાર્યવાહી, ગંજી પાના વડે તીન પત્તી રમતા ઝડપાયા, રોકડ ૪૪,૫૦૦, ૮ મોબાઇલ અને ૭ બાઇક કબજે, ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો દાખલ

(ફઝલ ચૌહાણ દ્વારા) સુરેન્દ્રનગર તા. ૧ :.. જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવળત્તિઓ નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની કડક સૂચના બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. એલસીબીએ પાટડી તાલુકાના આદરીયાણા ગામે જાહેર જગ્યાએ ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી ૯ શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે આદરીયાણા ગામે રેઇડ કરી હતી. દરોડા દરમિયાન ગંજી પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૯ શખસો પકડાયા હતા, જ્યારે અન્ય ૬ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ૪૪,૫૦૦ રૂપિયા, ૩૫,૫૦૦ રૂપિયાની કિંમતના ૮ નંગ મોબાઇલ ફોન અને ૧,૪૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૭ નંગ મોટરસાઇકલ મળી કુલ ૨,૨૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે કાંતિ ગણેશ ડાભી, રહે. આદરીયાણા, ગણપત ત્રિભુવન વાઘેલા, રહે. આદરીયાણા , અશ્વિન પ્રભુ લોલાડીયા, રહે. આદરીયાણા, મહેશ બાબુ થરેસા, રહે. ધામા , જશા લખુ રાવળ, રહે. વિસાવડી, રાજેશ હરજી સુરેલા, રહે. નવાપુરા-રોઝવા, દિનેશ ગણેશ સુરેલા, રહે. નવા રોઝવા, દિલા વિરા ફતેપરા, રહે. નવા રોઝવા, કરશન મોબતા ઠાકોર, રહે. આદરીયાણાને ઝડપી લીધા છે.
દિવ્યરાજસિંહ ભાવુભા ઝાલા, રહે. ઝીંઝુવાડા, વાહન ચાલક જીજે-૧૩-એએફ-૯૧૫૯, વાહન ચાલક જીજે.-૦૧-એલઆર-૯૯૮૩, વાહન ચાલક જીજે-૩૮-સી-૪૭૭૨, વાહન ચાલક જીજે-૧૩-બીબી-૩૪૫૮, વાહન ચાલક જીજે-૧૩-બીડી-૬૫૬૩ની શોધખોળ હાથ ધરાી છે.
ર્ંરોકડ રકર્મં: ૪૪,૫૦૦ રૂપિયા મોબાઇલ (૮ નંગર્)ં: ૩૫,૫૦૦ રૂપિયા મોટરસાઇકલ (૭ નંગર્)ં ૧,૪૦,૦૦૦ રૂપિયા કુલ મુદ્દામાર્લં: ૨,૨૦,૦૦૦ રૂપિયા જપ્ત કરેલ છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઈ બી. એચ. શીંગરખીયા, પીએસઆઈ આર. જી. ગોહિલ, પીએસઆઈ એન. એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડ, સંજય પાઠક, વીરપાલસિંહ ઝાલા, અનવરખાન મલેક અને સાહીલ સેલત દ્વારા કરવામાં આવી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
