હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ૧૦ ટ્રેક્ટરની ખરીદી કરી અને ગ્રાન્ટ જ પરત જતી રહેતા ચૂકવણું અટકયું
ટ્રેક્ટર ખરીદીમાં કૌભાંડ થયા હોવાની શંકા મુદ્દે સેક્રેટરીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું..!

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૩૦: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માં જે સંસાધનોની ખરીદી કરવામાં આવે છે તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાની રાવ ફરિયાદો મળતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ૧૦ જેટલા ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી જેની પાછળ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ત્યારે આ મુદ્દે કોન્ટ્રાક એજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યો અને ત્યારબાદ ટ્રેક્ટરની ખરીદી પણ કરવામાં આવી અને કોન્ટ્રાક એજન્સી દ્વારા ટ્રેક્ટરોની ડીલેવરી પણ આપી દેવામાં આવી.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કચરો એકઠો કરવા અને ઉપાડવા માટે આ ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી હોવાનું દેખાડવામાં આવ્યું હતું ત્યારે ૧૦ જેટલા ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ એજન્સી દ્વારા બિલ મૂકવામાં આવ્યું પરંતુ બિલ ચૂકવણી સમયે મોટો ધડાકો થયો સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત તમામ મહાનગરપાલિકાને ખરીદી કરવા માટેની ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી પરંતુ મહાનગરપાલિકા દ્વારા સમયસર રીતે બિલો મુકવામાં ન આવ્યો હોય અને ટેન્ડર પ્રક્રિયામાં પણ ગોટાળા કરવામાં આવ્યા હોવાના કારણે ગ્રાન્ટ જ પરત જતી રહી જેને લઈને ૮૦ લાખ રૂપિયાની ચુકવણી અટકી ગઈ.
હાલના તબક્કામાં ટ્રેક્ટરનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરી શકવામાં આવતો નથી છેલ્લા ૩૦ દિવસથી વધુ સમયથી આ ટ્રેક્ટર ગેરેજ વિભાગમાં ધૂળ ખાઈ રહ્યા છે અને કોઈ કામના નથી ત્યારે હવે બીજી તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા આ અંગે કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેક્ટર પાછા લઈ લેવામાં આવે પરંતુ વર્ક ઓર્ડર પણ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હોવાના કારણે કોન્ટ્રાક્ટર ટ્રેક્ટર પાછા લેવા માટે તૈયાર નથી પેમેન્ટ કરવા માટે રૂપિયા નથી અને કોન્ટ્રાક્ટર આજ ટ્રેક્ટર પાછા ખરીદવા માટે તૈયાર નથી જેને લઈને હવે મહાનગરપાલિકાના અધિકારીઓ અને સેક્રેટરી ચિંતામાં મુકાયા છે.
જોકે વાત એવી પણ છે કે જે તે સમયે આ ટ્રેક્ટર ખરીદીમાં ગોલમાલ કરવામાં આવી હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હાલના તબક્કામાં આ મુદ્દે સેક્રેટરી દ્વારા પણ મહાનગરપાલિકામાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ે ટ્રેક્ટરની ખરીદી થઈ ગઈ પણ હવે બિલ કેવી રીતે ચૂકવવું તે પણ એક હવે મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
