<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

જામનગરમાં મનપા કમિશનરની આંગણવાડીમાં ઓચિંતી મુલાકાત

બાળકોના આરોગ્‍ય અને પોષણની ચકાસણી, કચરાથી ખદબદતી કેનાલનો પ્રશ્‍ન પણ ઉઠ્‍યો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ તા.૨૭,   કમિશનર દીપેશ કેડિયા સહિતના અધિકારીઓએ અંધાશ્રમ ફાટક નજીક આવેલા ૧૪૦૪ આવાસ વિસ્‍તારમાં આવેલી આંગણવાડીની ઓચિંતી મુલાકાત લઈને બાળકોના આરોગ્‍ય અને પોષણની સ્‍થિતિ અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન આશા વર્કર બહેનો તથા વાલીઓ સાથે ચર્ચા કરીને બાળકોને સરકાર તરફથી મળતી પોષણ કીટ અને તેમને પૂરતું પોષણ મળી રહ્યું છે કે નહીં તે અંગે જાણકારી મેળવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાળકોના આરોગ્‍યની સ્‍થિતિ, પોષણની સુવિધાઓ અને આંગણવાડી મારફતે મળતી સેવાઓ અંગે અધિકારીઓએ વિગતો જાણી હતી. બાળકોને યોગ્‍ય પોષણ મળી રહે અને તેમના આરોગ્‍યની યોગ્‍ય કાળજી લેવામાં આવે તે હેતુથી આશા વર્કર બહેનો તથા વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

 આંગણવાડીની મુલાકાત દરમિયાન વિસ્‍તારની અન્‍ય સમસ્‍યાઓ પણ સામે આવી હતી. ૧૪૦૪ આવાસ વિસ્‍તારના આગેવાનો તથા સ્‍થાનિક નગરસેવકે કચરાથી ખદબદતી કેનાલના પ્ર‘ે રજૂઆત કરીને સફાઈ વ્‍યવસ્‍થા તરફ તંત્રનું ધ્‍યાન દોર્યું હતું. કેનાલમાં એકઠા થતા કચરાને કારણે ઊભી થતી સમસ્‍યાના નિરાકરણ માટે સફાઈ કામગીરી હાથ ધરવાની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી.

એક તરફ બાળકોના આરોગ્‍ય અને પોષણની સ્‍થિતિની સમીક્ષા કરવામાં આવી, તો બીજી તરફ વિસ્‍તારની સ્‍વચ્‍છતા અને કેનાલની સમસ્‍યાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્‍યો હતો. હવે સ્‍થાનિકોની રજૂઆત બાદ કેનાલની સફાઈ અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. (

(12:09 PM IST)