News of Wednesday, 25th November 2026
પોરબંદરમાં શંકાસ્પદ એમ્બર ગ્રીશ (વ્હેલ માછલીની ઉલટી)ની એફએસએલ દ્વારા ચકાસણી
કરોડોની કિંમતની વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપાયેલા બન્ને શખ્સો જામકંડોરણા અને સુરતના રહેવાસીઃ બંનેની વધુ પુછપરછ માટે એલસીબીએ વન વિભાગને સોંપ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫ : આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડોમાં થાય છે. તે એમ્બર ગ્રીશ (વ્હેલ માછલીની ઉલટી)ના શંકાસ્પદ જથ્થા સાથે એલસીબીએ મહેશ ઉર્ફે કાળુ મનજીભાઇ બાલધા (ઉ.વ.૪ર રહે. જામકંડોરણા, નગર નાકા, નાની ડેલી તા. જામકંડોરણા જી. રાજકોટ તથા પરેશ વિઠ્ઠલભાઇ પાઘડાળ (ઉ.વ.૪ર રહે. મૂળ ખંભાળીયા શિવ મંદીર પાસે મેઇન શેરી તા.ગોંડલ જી. રાજકોટ હાલ રહે. અમૃત રેસીેડેન્સી અબ્રામા રોડ ગોકુલ ધામ સામે સુરતવાળા બન્ને પકડી લીધા હતા. આ બન્ને શખ્સો પાસેથી મળી આવેલ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટીના જથ્થાની ચકાસણી કરવા પોલીસ એફએસએલની મદદ લઇ રહી છે.
એમ્બર ગ્રીશ (વ્હેલ માછલીની ઉલટી)ના શંકાસ્પદ ૩ કિલોથી વધુ જથ્થા સાથે ઝડપાયેલા આ બન્ને શખ્સો પોરબંદરમાં વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે આવ્યા હતા. આ વ્હેલ માછલીની ઉલટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની આંકવામાં આવે છે. એલસીબીએ આ બન્ને મહેશ ઉર્ફે કાળુ મનજીભાઇ બાલધા (ઉ.વ.૪ર રહે. જામકંડોરણા) અને પરેશ વિઠ્ઠલભાઇ પાઘડાળ (ઉ.વ.૪ર રહે. હાલ સુરત) અને મુળ ગોંડલના ખંભાળીયાવાળાની વધુ પુછપરછ અને તેની પાસે ઝડપાયેલા શંકાસ્પદ એમ્બર ગ્રીશ (વ્હેલ માછલીની ઉલટી)ના જથ્થા સાથે બંને શખ્સોને વન વિભાગને સોંપ્યા છે.
બંન્ને શખ્સો પાસેથી મળી આવેલ એમ્બર ગ્રીશ (વ્હેલ માછલીની ઉલટી)નો જથ્થો અસલ વ્હેલ માછલીની ઉલટી છેકે નહિ...? તેની ચકાસણી માટે પોલીસ એફએસએલની મદદ લઇ રહી છે.
પોરબંદરમાં વેચાણ માટે મોકલવામાં આવેલ આ વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો કોણે મોકલાવ્યો? વગેરે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
