<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સુરેન્‍દ્રનગરમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્‍પદ કેસ નોંધાયો

ગણપતિ ફાટસર વિસ્‍તારના બાળકને મગજમાં તાવ ચડી જતા હાલત ગંભીરઃ અમદાવાદ સારવારમાં: ચાર વર્ષના બાળકના સેમ્‍પલ લેવામાં આવ્‍યા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૪: સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ આરોગ્‍ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ચાંદીપુરા રોગ નો વાયરસ ફેલાતા અટકે તે માટેના પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા છે ચાંદીપુરા વાયરસ સેન્‍ડ ફ્‌લાય માખી દ્વારા પ્રસરે છે ત્‍યારે કાચા મકાનો અને ગ્રામીણ વિસ્‍તારોમાં આવેલી કાચા મકાનોની દિવાલમાં સેન્‍ડ ફ્‌લાય માખી ઈંડા મૂકે છે અને તેનાથી આ વાયરસ પ્રસરતો હોવાનું સામે આવ્‍યું છે સુરેન્‍દ્રનગર જિલ્લાના કુલ ૨૮,૦૦૦ જેટલા મકાનોમાં દવા છંટકાવ અને સ્‍પ્રેઇંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તે છતાં પણ ગણપતિ ફાસ્‍ટર વિસ્‍તારમાં રહેતા ચાર વર્ષના બાળકની હાલત અત્‍યંત ખરાબ હોવાના કારણે તેના માતા-પિતા દ્વારા હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્‍યો હતો પરંતુ તેને મગજમાં તાવ ચડી ગયો હોવાના કારણે તેની હાલત ગંભીર હતી જેને લઇને પ્રાથમિક સારવાર સુરેન્‍દ્રનગરમાં આપ્‍યા બાદ તેને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્‍યો હતો.

પરંતુ પ્રાથમિક તબક્કામાં તેને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હોવાનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે ત્‍યારે અનુમાનને લઈ અને તંત્ર દ્વારા બાળકને તાત્‍કાલિક સારવાર મળી રહે તે પ્રકારના પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યા છે. તેની હાલત ખૂબ ખરાબ અને દૈન્‍ય છે ત્‍યારે તેને ઓક્‍સિજન ઉપર અને ઈમરજન્‍સી વિભાગમાં અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્‍યો છે. આરોગ્‍ય વિભાગની અલગ અલગ ટીમો તેમજ મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા આ વિસ્‍તારની મુલાકાત લેવામાં આવી છે અને જે સ્‍થળે આ કેસ દાખલ થયો છે તે ઘરની પણ મુલાકાત કરવામાં આવી છે અને ત્‍યાં ખુલ્લી જગ્‍યાઓમાં દવા છટકાવ સહિતની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

આરોગ્‍ય વિભાગની ટીમો દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે બાળકને મગજમાં તાવ ચડી ગયો હતો અને મગજમાં તાવ ચડી ગયો હોવાના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી ચાંદીપુરા વાયરસમાં પણ આ પ્રકારના લક્ષણો સામાન્‍ય રીતે દેખાતા હોય છે ત્‍યારે અમદાવાદ ખાતે તેને સારવાર માટે રાખવામાં આવ્‍યો છે અને તેના નમુના લઇ અને લેબોરેટરી ટેસ્‍ટ માટે મોકલવામાં આવ્‍યા છે લેબોરેટરી ટેસ્‍ટમાંથી જ્‍યારે નમૂના પરત આવશે ત્‍યારે સમગ્ર બાબત સામે આવશે અને પોઝિટિવ કેસ છે કે નહીં તેની સમગ્ર વિગત પણ સામે આવશે પરંતુ હાલના તબક્કામાં શંકાસ્‍પદ આ કેસ ગણી અને આરોગ્‍ય વિભાગની અલગ અલગ ટીમોને કામે લગાવી અને કામગીરી શરૂ કરાઇ છે.સુરેન્‍દ્રનગર આરોગ્‍ય વિભાગ અને મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી છે હજુ બાળકનો રિપોર્ટ આવ્‍યો નથી પરંતુ લક્ષણો દેખાતા હોવાના પગલે કાચા ઘરોની પેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્‍યાંથી સેન્‍ડ ફ્‌લાય માટીના નમુના મળે છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે બીજી તરફ આ વાયરસ ફેલાતો અટકે તે માટે સર્વેલન્‍સ અને દવા છટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સુરેન્‍દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના કેસ પ્રસરે નહીં તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.(૨.૧૦)

(10:55 AM IST)