News of Friday, 1st May 2026
પોરબંદરમાં તાજા જન્મેલા બાળકની હત્યાની આશંકા
રિસામણે બેઠેલી પરીણિતાએ પોતાના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતા ગર્ભ રહી ગયો અને બાળકને જન્મ આપ્યોઃ બાળકને ખાડો ખોદીને દાટી દીધાની આશંકાને આધારે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: પોરબંદર-વેરાવળ હાઇવે ઉપર તાજા જન્મેલા બાળકને જીવતા દાટી દીધાની આશંકા અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
તાજા જન્મેલા બાળકને જીવતા દાટી દીધાની આશંકા સાથેની આ ઘટનામાં કહેવાય છે કે માધવપુર પંથકની એક પરીણિતા રીસામણે બેઠ હોય તે દરમિયાન તેના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતા આ પરીણિતાને ગર્ભ રહી ગયો હતો અને બાળકને જન્મ આપ્યો હતો.
પરીણીતાના તેના પ્રેમી સાથે સંબંધમાં જન્મેલા બાળકનું પાપ છુપાવવા પરીણીતાએ પ્રેમી સાથે મળીને પોરબંદર-વેરાવળ હાઇવે નજીક જમીનમાં ખાડો ખોદીને બાળકને જીવતા દાટી દીધાની આશંકા થઇ રહી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ બાદ સાચી હકીકતનો પર્દાફાશ થશે. બાળકને દાટી દીધાના બનાવે ઠેર ઠેર ચર્ચા જગાવી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
