<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ધ્રાંગધ્રાના નિમકનગર ગામે એક ઝરખનો શંકાસ્‍પદ મૃતદેહ મળ્‍યો!

બન્ને પગ બાંધેલા અને મારમાર્યાના નિશાન

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે નવી સ્‍કૂલની પાછળથી એક ઝરખનો શંકાસ્‍પદ મળતદેહ મળ્‍યો છે. આ ઘટનાથી વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ છે. સ્‍થાનિકોએ વનવિભાગને જાણ કરતા ટીમ તપાસ માટે ઘટના સ્‍થળે પહોંચી છે.

મળત ઝરખના આગળના બંને પગ દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્‍યા હતા. તેના શરીર પર બોથડ પદાર્થથી માર મારવામાં આવ્‍યો હોવાના નિશાન પણ જોવા મળ્‍યા છે.

રણકાંઠા વિસ્‍તારમાં ઘુડખર, રણલોકડી અને ઝરખ જેવા અનેક વન્‍યજીવો રહે છે. આ વન્‍યજીવોના સંરક્ષણ માટે કાયદાકીય જોગવાઈઓ છે. તેમને ઈજા પહોંચાડવી કે નુકસાન કરવું કાયદેસર ગુનો છે.

વનવિભાગની ટીમ હવે ઝરખના મોતનું કારણ શોધી રહી છે. ઝરખનું મોત કયા સંજોગોમાં થયું અને તેને કોઈ વ્‍યક્‍તિ દ્વારા મારવામાં આવ્‍યું હતું કે કેમ, તે અંગે વનવિભાગની તપાસ બાદ જ હકીકત સ્‍પષ્ટ થશે. આ શંકાસ્‍પદ ઘટનાને કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે

(10:49 AM IST)