તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
જૂનાગઢમાં શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપાવાનો સિલસિલો યથાવત: ઝાંઝરડાની ચિત્રકૂટ સોસાયટીમાં દુકાનમાં માં દરોડો 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
પોલીસે સ્થળ પરથી શ્રી કાઠ્યાવાડ, વ્રજ મટુકી અને કેશવ નામની બ્રાન્ડના ઘી સહિત કુલ રૂ. 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

જૂનાગઢ શહેરમાં શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઝાંઝરડાની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટની એક દુકાનમાંથી SOG પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી શ્રી કાઠ્યાવાડ, વ્રજ મટુકી અને કેશવ નામની બ્રાન્ડના ઘી સહિત કુલ રૂ. 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે અને શંકાસ્પદ ઘીના નમૂનાઓ FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બે દિવસ અગાઉ દોલતપરા નજીકથી પણ 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ, બંને સ્થળેથી ઝડપાયેલા શંકાસ્પદ ઘીનો જથ્થો એક જ માલિકનો હોવાની આશંકા છે. હવે તપાસમાં ઘીની ગુણવત્તા અને તેના સ્રોત અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
