તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 29th October 2026
કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રાપરમાં સ્વદેશી મેળા અને ફટાકડા બજારનો પ્રારંભ
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા; સ્વદેશી મેળામાં ૩૦ અને ફટાકડા બજારમાં ૪૦ સ્ટોલ ઊભા કરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા.૨૯ : રાપર નગરપાલિકા દ્વારા ‘વોકલ ફોર લોકલ’ના અભિગમને પ્રોત્સાહન આપવા નગાસર તળાવ ખાતે સ્વદેશી ચીજવસ્તુઓના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળા તેમજ શીતળા માતા રોડ પર ઊભા કરાયેલા ફટાકડા બજારનું કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક વેપારીઓ, સંસ્થાઓ અને કારીગરોને પ્રોત્સાહન મળે, સ્થાનિક લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેમજ સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને વેગ મળે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી મેળામાં અંદાજે ૩૦ જેટલા સ્ટોલ જ્યારે ફટાકડા બજારમાં ૪૦ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોર, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, ભિખુભા સોઢા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, ગુમાનસિંહ સોઢા, નગરપાલિકાના ઉપપ્રમુખ બબીબેન સોલંકી, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહેન્દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ થાનકી, મદુભા વાઘેલા, જિલ્લા પંચાયતના સભ્ય જયદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હમીરજી સોઢા, ભગવાનદાન ગઢવી, રાણાભાઈ પરમાર, કાનજીભાઈ આહિર, લાલજી કારોત્રા, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નાયબ કાર્યપાલક ઇજનેર એસ.પી. રામજીયાણી, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એલ. ફણેજા, પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર બાંભણિયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, ભાણજીભાઈ ભ્રાંસડીયા, રમેશભાઈ ચાવડા, પ્રદિપસિંહ સોઢા, યશ રાજગોર, નવીનભાઈ માળી, ડાયાલાલ રાઠોડ અને જેરામભાઈ સોનારા સહિતના આગેવાનો, મહિલાઓ, શહેરીજનો, નગરપાલિકાના કર્મચારીઓ તથા સ્ટોલધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નગરપાલિકાના કર્મચારીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મુલાકાત દરમિયાન માહિતી આપી હતી.
‘વોકલ ફોર લોકલ’ના સંદેશને સાકાર કરવા યોજાયેલા આ મેળાથી સ્થાનિક વેપારીઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે મંચ મળશે અને સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
