તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળ્યો
મોરબી મહાનગરપાલિકાના વિકાસને રાજકોટ સમકક્ષ લઈ જવાની નેમઃ આગામી ૨ મહિના સ્વચ્છતા ડ્રાઈવ અને પ્રી-મોન્સૂન કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૦:મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે ૨૦૧૭ની બેચના કર્મઠ આઈએએસ (IAS) અધિકારી સ્વપિ્નલ ખરેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીઓમાં મોરબીના કલેક્ટર તરીકે સ્વપિ્નલ ખરેની નિમણૂક કરવામાં આવી છે. નવયુવાન અને અભ્યાસુ વ્યક્તિત્વ ધરાવતા સ્વપિ્નલ ખરેએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતની સ્વપિ્નલ ખરેએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી. (IIT) દિલ્હી ખાતેથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની પદવી પ્રાપ્ત કરી છે. વહીવટી સેવામાં જોડાયા બાદ તેઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણમાં ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે કામગીરી કરી છે. ઉલ્લેખનીય છે કે, તેઓએ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે પણ સેવાઓ આપી હોવાથી તેઓ મોરબીના ભૌગોલિક અને વહીવટી પ્રશ્નોથી સુપેરે પરિચિત છે.
જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સ્વપિ્નલ ખરેએ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ અને ન્યાયિક રીતે થાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરીમાં આદર્શ સમન્વય સ્થાપવામાં આવશે તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
