તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટના નવા હોદેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો
પ્રમુખ તરીકે વૈશાલીબેન ઉદાણી અને મંત્રી તરીકે ડિમ્પલબેન રાવલે સંભાળ્યો હોદ્દો : ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયકિશનભાઈ દેવાનીએ શપથ લેવડાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-J ની લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ શહેરની હોટેલ Special Restro and Cafe_ ખાતે ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.સમારોહમાં પ્રમુખપદે લાયન વૈશાલીબેન ઉદાણી અને મંત્રીપદે પૂર્વ કોર્પોરેટર લાયન ડિમ્પલબેન રાવલે* હોદ્દાના શપથ લીધા હતા.
સાથે જ ખજાનચીપદે લાયન શામળશાભાઈ ઉદાણી, સહમંત્રીપદે મીનાબેન ખંડેલવાલ, સહખજાનચીપદે સોનમબેન શર્મા સહિત ક્લબની કુલ 20 મેમ્બર્સે વિવિધ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા.
સમારોહમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-J ના 2nd વાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન જયકિશનભાઈ દેવાનીએ નવીન અંદાજમાં ઇન્સ્ટોલેશન કરાવી નવા હોદેદારોને શપથ લેવડાવ્યા. જ્યારે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ધીરજલાલ રાણપરીયાએ નવા મેમ્બર્સનું એજ્યુકેશન કરાવ્યું હતું.
આ પ્રસંગે 1st વાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નીરવભાઈ વડોદરિયા, રીજીયન ચેરમેન લાયન ધીરજભાઈ ગોંડલીયા, પાસ્ટ ડિસ્ટ ગવર્નર રમેશભાઈ કોટેચા, ગીતાબેન સાવલા, મીનાબેન કોટેચા, બિપીનભાઈ શેઠ, ડિસ્ટ કેબિનેટ સેક્રેટરી લાયન ગોવિંદભાઈ ભાટુ તેમજ જામનગરની અન્ય ક્લબના પ્રમુખ, મંત્રી, ખજાનચી અને ડિસ્ટ કોર એન્ડ માઇક્રો મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ક્લબના પૂર્વ પ્રમુખો બિમલભાઈ જાટકીયા, કિરીટભાઈ મેહતા, જગતભાઈ રાવલ, શૈલેષભાઈ ગઢવી, અશ્વિનભાઈ કોટેચા તથા કારોબારી મેમ્બર્સ અને લાયન લેડીઝ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઋષિતાબેન સોનીએ કર્યું હતું.નવા હોદેદારોએ જામનગર શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
