તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ચોમાસા પૂર્વે તંત્ર સતર્ક: કચ્છની પ્રાથમિક શાળાઓના 340 જર્જરિત ઓરડાઓ જમીનદોસ્ત કરાશે, વિદ્યાર્થીઓની સલામતી માટે જિલ્લા શિક્ષણ સમિતિનો નિર્ણય
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં નિર્ણય, ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા તાલુકાના સૌથી વધુ જર્જરિત ઓરડા, 5 જુલાઈ સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ, બાળકોને વૈકલ્પિક વ્યવસ્થામાં ભણાવાશે, 2 વર્ષમાં નવા ઓરડા બનાવવા 18 કરોડની ગ્રાન્ટ મંજૂર

ભુજ : ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓના અતિ જર્જરિત અને જોખમી 340 ઓરડાઓને ચોમાસા પહેલા જ જમીનદોસ્ત કરી દેવામાં આવશે.
શુક્રવારે મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રજૂ કરેલા રિપોર્ટ મુજબ, જિલ્લામાં કુલ 340 ઓરડા અત્યંત જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે પડી શકે તેમ છે. તેમાંથી ભુજ તાલુકામાં 78, અંજારમાં 65, માંડવીમાં 54 અને મુન્દ્રા તાલુકામાં 42 ઓરડાનો સમાવેશ થાય છે.
જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહે જણાવ્યું કે, "બાળકોના જીવના જોખમે શિક્ષણ ન આપી શકાય. તમામ તાલુકા વિકાસ અધિકારીઓને 5 જુલાઈ સુધીમાં આ જર્જરિત ઓરડાઓનું ડિમોલિશન પૂર્ણ કરવા સૂચના આપી છે. જ્યાં સુધી નવા ઓરડા ન બને ત્યાં સુધી બાળકોને શાળાના અન્ય ઓરડા, પંચાયત ઘર કે મંદિરના હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ભણાવવામાં આવશે."
સરકારે આગામી 2 વર્ષમાં નવા ઓરડા બનાવવા માટે 18 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર કરી છે. વાલીઓએ તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
