તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ટોક ઓફ ધી ટાઉનઃ ગરમી... ગરમી
ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોઇએ તેવી અનુભૂતિ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. રપઃ રાજયભરમાં આકરી ગરમીનો પ્રકોપ જારી છે રાજયનું કોઇ પણ ગામ કે શહેર ત્યાં લોકચર્ચાઓમાં એક જ વિષય ગુંજતો સંભળાઇ રહયો છે કે, ‘ગરમી તો જુઓ, કેવી આકરી છે, રહેવાતુ નથી'
રાજયમાં પ્રચંડ ગરમીના કારણો પણ છે સુખી-ગરમ પવનો થારના રણ વિસ્તારોમાંથી, પヘમિ તરફથી રાજય પર વહી રહયા છે. અરબ સાગરના ભેજવાળા પવનો પણ વહી રહયા છે જે બફારા અને ગરમીના મિશ્રણે ગરમીની અનુભૂતિ વધુ થાય છે. ઉપરાંત હવે એરકન્ડીશનરોની વ્યાપકતા વધી હોઇ, એરકન્ડીશનર ઉપકરણોની કાર્યશૈલી જ એવી છે કે, તે રૂમને તો ઠંડોગાર બનાવી દે છે પણ બહારના વાતારવણમાં ગરમીનો ફલો છોડે છે. તે ઉપરાંત વૃક્ષોની સંખ્યાની સરખામણીએ કોંક્રીટનાં જંગલોની અધિકતા હોઇ, ગરમીનો વાસ્તવિક આંક દર્શાવે છે એથી પણ વધુ ગરમીની અનુભૂતિ થાય છે.
આヘર્યએ છે કે, આઇએમડીના દૈનિક રાષ્ટ્રીય પ્રસારણમાં આગામી સાત દિવસ સુધી વરસાદ આંધી તોફાની હવા અંગે અન્ય રાજયોમાં યેલો, ઓરેંજ અને રેડ એલર્ટ દર્શાવેલા જોવા મળે છે પણ સપ્તાહ સુધી ગુજરાત કોઇપણ એલર્ટ વિના ગ્રીન કલરમાં જોવા મળે છે હા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા અરબ સાગર કે બંગાળની ખાડીની સીસ્ટમની અસરે સપ્તાહ દરમ્યાન રાજયમાં ઉત્તર-પૂર્વ કે દક્ષિણ વિસ્તારોમાં કયાંક હળવા ઝાપટાની સંભાવના સિવાય રાહતના કોઇ સંકેત નથી. આઇએમડીના ટેન ડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં જુનના પ્રારંભે ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવે તેવું હાલ જોવા મળે છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
