<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ટંકારા પાલિકાની ચૂંટણીમાં ‘‘અકિલા''ના પત્રકાર જયેશ ભટ્ટાસણાને ખોબલે-ખોબલે મત મળ્‍યા

નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ સામાજીક સેવક, બાળકોના પ્રિય જયેશભાઇને ૧૦પપ મત મળ્‍યા

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ર૯ :  ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વોર્ડમાં ભાજપે ચારે ચાર બેઠકો કબજે કરી વિજયનું બ્‍યુગલ ફૂંકયું છે. અકિલાના યુવા પત્રકાર, સામાજિક સેવક અને બાળકોના પ્રિય જયેશ ભટાસણાનો જંગી બહુમતીથી વિજય થયો છે. જયેશ ભટાસણા ૧૦૫૫ મત સાથે ૭૬૭ની લીડથી વિજયી થયા છે.

આ ઉપરાંત પ્રથમ વોર્ડમાં યુવા એડવોકેટ અને કાયદાના તજજ્ઞ સિરાજ અબ્રાણીએ એકલા હાથે આઠ ઉમેદવારોને ઊંચકી દૈનિક ચાર સભા બેઠક અને સેકન્‍ડ ટુ સેકન્‍ડનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપ તરફી મતદાન અપીલે પાલિકામાં બહુમતીનો તાજ અપાવ્‍યો છે.

જનતાએ પોતાના જનાદેશમાં સ્‍પષ્ટ કર્યું છે કે માત્ર નામના નહીં પરંતુ કામના નેતાને ખોબલેને ધોબલે મત આપે છે. આ સાથે ટંકારા નગરપાલિકા સૌથી યુવાનો અને શિક્ષિત તેમજ આયોજનની એકતા ધરાવતી પાલિકા બની છે.

રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ૨૦૨૪માં દયાનંદ સરસ્‍વતીની ૨૦૦મી જન્‍મ જયંતિની કાયમી ભેટ સ્‍વરૂપે આપેલ પાલિકામાં વિકાસને વેગ આપવા ધારાસભ્‍ય દુલભજીભાઈ દેથરીયા, અગ્રણી આગેવાન પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ વડાવિયા, ભવાનભાઈ ભાગિયા, દિનેશ ગડારા, રૂપસિંહ ઝાલા, ગણેશ નમેરા, કિરીટ અંદરપા, ધર્મેન્‍દ્ર ત્રિવેદી, ઈશ્વર ધેટીયા, પરેશ કંસારા, રમેશકુમાર કૈલા, ભાલોડિયા ભાઈ, નિલેશ પટણી, બિપીન પ્રજાપતિ, જાવિદ માડકીયા, ભાવિન સેજપાલ સહિત અનેક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

પરિણામ સ્‍વરૂપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી ભાજપે વિજયનો ઝંડો લહેરાવ્‍યો હતો. (જયેશ ભટ્ટાસણા, મો. ૮૧૪૧ર ૦૮૮૭૩) 

(1:03 PM IST)